Baby Girl Names From Ramayana: આજકાલ પોતના નવજાત બાળકો માટે યુનિક નામ રાખવાનો ટ્રેન્ડ છે. લોકો ગ્રંથોમાં, પુસ્તકોમાંથી શોધી શોધીને પોતાના સંતાનોને યુનિક નામ આપે છે. આજના લોકો યુનિક નામ માટે ગ્રંથો ફંફોળે છે. ત્યારે તમને કહી દઈએ કે, રામાયણ અને મહાભારતમાં પણ એવા યુનિક નામ છે, જેના પરથી તમે સંતાનોના નામ રાખી શકો છો. રામાયણ આવ્યા બાદ એક સમયે આ નામ એટલા પોપ્યુલર થઈ ગયા હતા કે, લોકોએ પોતાના સંતાનોને આ નામ આપવાની શરૂઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાગ્રંથ રામાયણ ન માત્ર આપણા જીવનને નવી રાહ ચીંધે છે, અને આપણને પરંપરાનું પાલન કરતા શીખવાડે છે. પરંતુ રામ-સીતાની વાતને આગળ વધારવામાં જે જે પાત્રોનું યોગદાન છે, તેમના મહત્વને પણ સમજાવે છે. જો તમે તમારી દીકરીનું નામ રાખવા માંગો છો, જેમનો ઉલ્લેખ રામાયણમાં થયો હતો, તો આજે આ લેખ તમારા માટે છે. સાથે આ પાત્રોનો રામાયણમાં શું રોલ હતો તે પણ જાણી લો. 


Baby Girl Names From Ramayana


  • અંજના (હનુમાનજીના માતા)

  • કૌશલ્યા (રામજીના માતા)

  • સુમિત્રા (લક્ષ્મણજીના માતા)

  • સીતા (રાજા જનકના દીકરી)

  • ઉર્મિલા (સીતાજીની બહેન)

  • માંડવી (સીતાજીના બહેન)

  • શ્રુતિકીર્તિ (સીતાજીના બહેન) 

  • મંદોદરી (રાવણના પત્ની)

  • અહિલ્યા (ગૌતમ ઋષિના પત્ની)

  • ગૌરી (શંકર ભગવાનના પત્ની)

  • શબરી (રામજીના ભક્ત)

  • તારા (બાલીના પત્ની)

  • રુમા (સુગ્રીવના પત્ની)

  • સુલોચના (મેઘનાથ) 

  • અરુંધતી (ઋષિ વરિષ્ઠના પત્ની)

  • શાંતા (રામ ભગવાનના બહેન)

  • જાનકી (સીતા માતાનું બીજું નામ)

  • સુનૈના (સીતાજીના માતા)