Hill Stations Near Gujarat: ફરવાના શોખીન ગુજરાતીઓને નવા નવા પ્લેસ એક્સપ્લોર કરવા ખુબ ગમતા હોય છે. ઉનાળાની ગરમીમાં ટાઢક માટે હિલ સ્ટેશનો પર કે બીચ નજીક જવાનું ખુબ ગમતું હોય છે. ગુજરાતમાં જે હિલ સ્ટેશનો છે તે તો અદભૂત છે જ પરંતુ સાથે સાથે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા કેટલાક હિલ સ્ટેશનો પણ ફરવા માટે ખુબ જ રમણીય વાતાવરણ પ્રદાન કરે છે. આવા જ એક નાનકડા પણ સુંદર હિલ સ્ટેશન વિશે આજે અમે વાત કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર છે આ હિલ સ્ટેશન
અહીં અમે જે હિલ સ્ટેશન વિશે વાત કરીશું તેના વિશે એ રસપ્રદ વાત એ પણ છે કે તે એક હિન્દુ તીર્થસ્થળ પણ છે. જે પોતાના ગોરખનાથ મંદિર માટે પ્રખ્યાત છે. મહાશિવરાત્રિ પર અનેક ભક્તો અહીં દર્શન કરવા દેશના ખૂણે ખૂણેથી આવતા હોય છે. આ હિલ સ્ટેશન છે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલું તોરણમાલ ગામનું તોરણમાલ હિલ સ્ટેશન. 



મહારાષ્ટ્રના સુંદર અને રમણીય હિલ સ્ટેશનોમાંથી એક
તોરણમલના  સુંદર નજારા એક દિવસની મુસાફરી માટે એક ઉત્તમ સ્થળ છે. તોરણમલ નાંદુરબાર જિલ્લામાં સ્થિત સતપુડા પર્વત શ્રેણીનો એક ભાગ છે. આ મહારાષ્ટ્રના સુંદર અને રમણીય હિલ સ્ટેશનોમાંથી એક છે. એક એવું હિલ સ્ટેશન જે લોકોની બહુ ઓછું જાણમાં આવેલું છે. કહેવાય ને કે છૂપું રુસ્તમ હિલ સ્ટેશન છે આ તોરણમલ. 



નંદુરબાર મહારાષ્ટ્રના ખાનદેશ ક્ષેત્રનો એક જિલ્લો છે. પહેલા ધૂળે શહેર પણ નાંદુરબાર સાથે જ મળેલું હતું જે પાછળથી 1988માં તેનાથી છૂટું પડી ગયું. આ જગ્યા તેના ગરમ પાણીના ઝરણા માટે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. 


આ છે રમણિય સ્થળો


તોરણમલ શાહદા (એક સ્થળ)ના માધ્યમથી પહોંચી શકાય છે. જે અહીંથી લગભગ 50 કિમી દૂર છે. તે સુરતથી લગભગ 250 કિમીના અંતરે છે. તોરણમલ ચારેબાજુથી હરિયાળી અને તેનો એક મોટો ભાગ ઝરણાથી ઘેરાયેલો છે. અહીં કેટલાક એા પણ પર્યટન સ્થળો છે જે તમે મુલાકાત લેવાનું બિલકુલ ભૂલતા નહીં. જેમાં ખડકી પોઈન્ટ, સીતા ખાઈ (પાણીનું ઝરણું), ગોરખનાથ મંદિર, યશવંત ઝીલ, સનસેટ પોઈન્ટ, વગેરે અહીંના મુખ્ય સ્થળો છે



ચોમાસામાં તોરણમલની સુંદરતા જોવા લાયક હોય છે. ચારેબાજુથી હરિયાળી અને પાણીના ઝરણાથી ઘેરાયેલી જગ્યા છે. ગરમીના ઋતુમાં અહીંની આબોહવા રાહત ભરી અને સુખદ અનુભવ કરાવે છે. આ કારણે અહીં ગરમીના દિવસોમાં પણ મુસાફરી કરવા માટે એક આદર્શ જગ્યા છે. ઠંડીની ઋતુ પણ મુસાફરી કરવા માટે સારો સમય છે. જ્યાં વાતાવરણની ભરપૂર મજા લઈ શકાય. 



શાહદા તોરણમલ પાસે આવેલું એક નાનકડું નગર છે. જે એક ધાર્મિક સ્થળ જેને દક્ષિણ કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે અહીંથી લગભગ 14 કિલોમીટર દૂર છે. દક્ષિણ કાશી, પ્રકાશના નામથી પણ ઓળખાય છે અને એક પુરાતત્વ સ્થળ છે. પાંડવલેની ગુફા કે પાંચ પાંડવ પરિસર શાહદા નજીક આવેલું છે.