Holi 2023 Famous Food: રંગોનો તહેવાર હોળી બાળકો અને પુખ્ત વયના તમામ લોકો માટે પ્રિય છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જાય છે અને રંગ લગાવીને તહેવારની શુભેચ્છા પાઠવે છે. સાથે જ ઘરમાં આવનાર મહેમાનોનું સ્વાગત વિવિધ વાનગીઓ ખવડાવીને કરવામાં આવે છે. આ દિવસે, લોકો ગાય છે અને નૃત્ય કરે છે, અને પછી સારું ખાવાનું ખાય છે. યુપીમાં હોળીના તહેવાર પર ખાસ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અને ખોરાક બનાવવામાં આવે છે, જે હોળીના તહેવારની રંગતમાં વધારો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે હોળીની વાત કરવામા આવે છે, ત્યારે સ્વાદિષ્ટ વાનગીનો ઉલ્લેખ અચુક થાય છે. ઉત્તર પ્રદેશમાં હોળીના તહેવાર પર અનેક પ્રકારના ફૂડ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાચીન સમયથી આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે, તો ચાલો અમે તમને જણાવીએ કે યુપીમાં હોળી પર કઈ કઈ ખાસ વાનગીઓ હોય છે, જેના વિના હોળી અધૂરી રહી જાય છે.


ગુજિયા


ગુજિયાનું નામ સાંભળતા જ મોઢામાં મીઠાશ ઓગળી જાય છે. આ હોળી પર બનતી ખાસ વાનગી છે. માવા અને ડ્રાયફ્રૂટ્સના મિશ્રણથી ગુજિયા તૈયાર કરવામાં આવે છે. આ વાનગી ખાતા જ તેનો સ્વાદ તમારા દિલ અને દિમાગને સ્પર્શી જાય છે. પરંતુ તેને તૈયાર કરવામાં થોડો સમય લાગે છે, તેથી તે ઘણીવાર હોળીના એક કે બે દિવસ પહેલા તૈયાર કરવામાં આવે છે અને રાખવામાં આવે છે જેથી મહેમાનો હોળી પર આવે ત્યારે તેની સામે પીરસી શકાય. ગુજિયા એક અઠવાડિયા સુધી આસાનીથી રાખી શકાય છે.



આ પણ વાંચો:
Holi 2023: હોળી પહેલા સ્કિનને બનાવી દો કલર પ્રૂફ, અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
Loan Against LIC Policy: LIC પોલિસી પર પણ મળી શકે છે લોન, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
NICમાં ટેકનિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતી, મળશે 1.5 લાખ સુધીનો પગાર


દહીં વડા


દહીં વડા ગુજિયા પછી બીજા નંબરે આવે છે. હોળીના દિવસે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં દહીંવડા ન બનતા હોય. અડદની દાળને પલાળીને અને પીસીને દહીં વડા તૈયાર કરવામાં આવે છે. આ પછી તેને દહીં, લીલી ચટણી, આમલીની ચટણી અને મસાલા સાથે પીરસવામાં આવે છે. તે ખાવામાં એટલા સ્વાદિષ્ટ હોય છે કે દરેકને તે ખૂબ જ પસંદ હોય છે.



ઠંડાઈ


હોળીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળો દસ્તક આપવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને ઠંડક પણ ખૂબ ગમે છે. ઠંડાઈને કન્ડેન્સ્ડ મિલ્ક, ડ્રાય ફ્રૂટ્સ સાથે તૈયાર કરવામાં આવે છે, જે હોળીના રંગને ચાર ગણો કરી દે છે. બનારસની ઠંડાઈ આખી દુનિયામાં પ્રખ્યાત છે.



માલપુઆ


યુપીના ઘણા ભાગોમાં હોળી પર માલપુઆ પણ ખાસ બનાવવામાં આવે છે.  માલપુઆમા ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, ઘણા લોકો તેને રબડી સાથે પણ પીરસે છે. રબડી સાથે માલપુઆસનો સ્વાદ ઓર વધી જાય છે.



આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube