Home: મકાન બનાવવામાં જેટલી ધ્યાન રાખવામાં આવે છે તેટલી ધ્યાન મકાનના કલર કામ કરવામાં રાખવામાં આવતી હોય છે. ત્યારે અમુક પ્રકારી કલરકામ કરવાથી તમારું ઘર એકદમ ઠંડુગાર રહેશે. હવે ACને હટાવો અને લાવો પોલિમર, ઘરમાં નહિ થાય ગરમીનો અહેસાસ...આદિકાળમાં ઘરને ઠંડા રાખવા માટે લીપણ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જેથી કુદરતી વાતવરણની સાથે ઘરમાં ઠંડકનો અહેસાસ થતો હતો. પરંતુ ટેક્નોલોજીનો વિકાસ થતા આજે દરેકના ઘરમાં એસી જોવા મળે છે. એક સ્વીચ દબાવો અને ગરમીથી તાત્કાલિક રાહત મેળવો. પરંતુ હવે તો એવા રંગ પણ બનાવવામાં આવે છે જેને ઘર પર રંગવાથી ઘર બની જશે ઠંડાગાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં સૂર્યનારાયણ પ્રકોપ વર્તાવે છે તેવા દેશોમાં ખાસ કરીને ઘર પર સફેદ રંગ જોવા મળે છે. જેથી તડકાથી રક્ષણ મળે છે. આ જ પદ્ધતિને આગળ વધારી નવી વસ્તુ બનાવવામાં આવે છે જે ઘરને વધુ ઠંડુ રાખે છે. આને કોઈ પણ દિવાલ પર રંગી શકાય છે અને 6 ડિગ્રી સુધી તાપમાન ઘટાડી શકાય છે.


ખર્ચ ઓછો થશે અને ઠંડક વધશે-
તડકામાં IR અને UV નામના કિરણો ગરમી માટે જવાબદાર હોય છે. સફેદ રંગ 80 ટકા પ્રકાશને પરાવર્તિત કરે છે. પરંતુ  IR અને UV કિરણોને પરાવર્તિત નથી કરી શકતો. પરંતુ હવે આ કિરણોને પણ પરાવર્તિત કરવા માટે ખાસ શોધ કરવામાં આવી છે. જેને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે.


ખાસ રસાયણથી ઘટ્યું તાપમાન-
ઠંડક વધારવા માટે ઘણી અલગ અલગ શોધ થઈ છે. સિલિકોન ડાયોક્સાઇડ અને હાફનિયમ ડાયોક્સાઇડની પ્રતિબિંબીત સપાટી તૈયાર કરી તાપમાનમાં 5 ડીગ્રીનો ઘટાડો કરવામાં સફળતા મળી છે. એવી જ રીતે એરકન્ડીશનિંગમાં પાણીને પોલિમર અને ચાંદીના મિશ્રણની વસ્તુ બનાવી ખર્ચને 21 ટકા ઘટાડ્યો હતો સાથે કાચની માળાઓથી બનેલી ફિલ્મથી સપાટીનું તાપમાન 10 ડિગ્રી ઘટાડવામાં સફળતા મળી હતી.


ઓસ્ટ્રેલિયામાં તૈયાર થયું ખાસ પોલિમર-
ઓસ્ટ્રેલિયમાં એક ખાસ પોલિમર તૈયાર કરવામાં આવ્યું છે જે છતને 3થી 6 ડિગ્રી સુધી વધુ ઠંડી રાખી શકે છે. કોલંબો વિશ્વ વિદ્યાલયના ભોતિકશાસ્ત્રીઓએ પ્લાસ્ટીક અને હવાને જોડી અત્યંત પ્રતિબિંબીત સામગ્રી બનાવવાનો પ્રયોગ કર્યો. જેમાં એક પોલિમર પર કામ કરતા ખબર પડી કે અમુક સ્થિતિમાં આ સામગ્રી સુકાયા બાદ સફેદ થઈ જાય છે. જેને માઇક્રોસ્કોપની મદદથી જોયું તો સામે આવ્યું કે ડ્રાય ફિલ્મમાં એકબીજા સાથે જોડાયેલા હવાના વેક્યુલો રચાયા છે. જે વધુમાં વધુ પ્રકાશને પરાવર્તિત કરે છે. જેને પોલિમરની મદદથી વધુ મજબૂત બનાવવામાં આવી.


99 ટકા પ્રકાશને પરાવર્તિત કરે છે-
શંશોધનમાં આખરે PVDF-HFP નામનું એક પોલિમર તૈયાર કરવામાં આવ્યું. જેને એસિટોનમાં મિશ્રણ કરી ખાસ રંગ તૈયાર કરવામાં આવ્યો. જેને છત પર રંગવામાં આવ્યું તો એસિટોન બાષ્પિ ભવન થયું. તો પોલિમરમાં પાણીના ટીપાંની જાળ બની જાય છે. છેવટે વધુ તાપ પડતા પાણી પણ બાષ્પિભવન થઈ ગયું. અને વાયુ-છીદ્રોથી ભરેલી એક સપાટી તૈયાર થઈ જાય છે. જે 99.6 ટકા પ્રકાશને પરાવર્તિત કરે છે.


બપોરના સમયે પણ મળશે ACનો અહેસાસ-
શંશોધનના અંતે તૈયાર થયેલ રિપોર્ટ મુજબ પોલિમરથી રંગવામાં આવેલ છતા બપોરના સમયે પણ 6 ડિગ્રી  સુધી ઠંડી રહી શકે છે. ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટેના ખર્ચને 15 ટકા સુધી પોલિમર ઘટાડે છે. પરંતુ આ પેઇન્ટ આજના સમયે ઉપયોગમાં લેવાતા એક્રેલિક પેઇન્ટ કરતા પાંચ ગણો મોંઘો છે. ત્યારે આ કેમિકલ અંગે સૌથી મોટો સવાલ એ છે કે આ વ્યાવસાયિક રીતે ઉપયોગી થશે કે પછી પરંપરાગત પદ્ધતિઓ કામ કરશે.