Home Made Hair Oil: વાળ લાંબા, કાળા અને મજબૂત હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી છે. પરંતુ આહારશૈલી અને લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવા લાગે છે અને સફેદ પણ થવા લાગે છે. આ સ્થિતિમાં જો સમયસર વાળને મજબૂત કરવાના ઉપાય કરવામાં ન આવે તો તેનાથી વાળમાં ટાલ પણ પડી શકે છે. મહિલાઓને પણ આ સમસ્યા નડી શકે છે. જો તમારે માથામાં ટાલ પડવા દેવી ન હોય તો તેના માટે તમે ઘરે ખાસ તેલ તૈયાર કરી શકો છો. આ તેલ માત્ર 3 વસ્તુઓથી બની જાય છે અને તેને લગાડવાથી સફેદ વાળ, ખરતાં વાળની સમસ્યા દુર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળને ખરતાં અટકાવતું તેલ


આ પણ વાંચો:


જો તમે ભારતના આ કાયદાને જાણશો તો ભૂલથી પણ કોઈપણ પ્રાણીને ઘરે નહીં લાવો, સીધી થશે જેલ


Hair Care: વાળમાં આ રીતે લગાડશો મહેંદી તો વાળની સમસ્યા થશે દુર અને ઝડપથી વધશે લંબાઈ


વિદેશ ફરવા જવું છે તો VISA ની ઝંઝટ છોડો, આ દેશોમાં ભારતીયોને મળે છે VISA વગર એન્ટ્રી
 
એક ડુંગળીનો રસ
એક ચમચી એલોવેરા જેલ 
સરસવનું તેલ


વાળ માટે તેલ કેવી રીતે બનાવવું


મેજિકલ ઓઈલ બનાવવા માટે સૌથી પહેલા એક ડુંગળી લો. તેને સારી રીતે છીણી અને તેનો રસ કાઢી લો. આ રસમાં એક ચમચી એલોવેરા જેલ અને સરસવનું તેલ ઉમેરો. આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. બસ તેલ તૈયાર છે. 


તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?


સૌથી પહેલા વાટકીમાં તેલ લો અને તેને તમારા વાળના મૂળ અને લંબાઈ પર સારી રીતે લગાવો. 10 મિનિટ સુધી વાળમાં હળવા હાથે મસાજ કરો. તેને લગભગ અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર પછી તમારા વાળને માઈલ્ડ શેમ્પૂની મદદથી ધોઈ લો.



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)