Dark Circles: ઘણા લોકોના ચહેરા પર તેમની આંખો અલગ જ રીતે ચમકતી દેખાય છે, તેનું કારણ આંખોની સુંદરતા નથી પરંતુ આંખોની આસપાસ દેખાતા કાળા ડાઘ છે. આ કાળા વર્તુળોને ડાર્ક સર્કલ કહેવામાં આવે છે. ડાર્ક સર્કલ ઘણા કારણોસર થઈ શકે છે. ઊંઘની કમી, એલર્જીક રિએક્શન, જેનેટિક્સ, વધતી ઉંમર, ડિહાઈડ્રેશન, સૂર્યપ્રકાશની ખરાબ અસર, મેડિકલ કન્ડીશન્સ અથવા જીવનશૈલીની આદતો જેમ કે ધૂમ્રપાન અથવા ખરાબ આહારની આદતો પણ આ ડાર્ક સર્કલનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ ડાર્ક સર્કલથી પરેશાન છો, તો અહીં જાણો તે કયા ઘરેલુ ઉપચાર છે જે આ ડાર્ક સર્કલને દૂર કરવામાં અદ્ભુત અસર દર્શાવે છે. આ ઉપાયો અજમાવવા ખૂબ જ સરળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાર્ક સર્કલ માટે ઘરેલું ઉપાય
બટેટાનો રસ

પિન્મેન્ટેશન, કાળા ડાઘ અને ડાર્ક સર્કલને ઓછા કરવા માટે બટેટાનો રસનો અદ્ભૂત અસર કરે છે. ઉપયોગ કરવા માટે બટાકાને છીણી લો તેને સ્ક્વિઝ કરો અને રસ અલગ કરો. આ રસમાં રૂ બોળીને આંખોની આસપાસ લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ આંખો ધોઈને તેને દૂર કરી શકાય છે. નિયમિત ઉપયોગથી ડાર્ક સર્કલ ઓછા થઈ શકે છે.


ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ


એલોવેરા જેલ
યોગ્ય અને નિયમિત રીતે એલોવેરાનો ઉપયોગ કરવાથી આંખોની આસપાસ દેખાતા ડાર્ક સર્કલ દૂર થાય છે. એલોવેરા જેલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન હોય છે. તે ત્વચાને સુખદાયક અસર પણ આપે છે અને ડાર્ક સ્પોટ્સ ઘટાડે છે. એલોવેરા જેલ દરરોજ ડાર્ક સર્કલ પર લગાવી શકાય છે. તમે તેમાં ગુલાબજળ મિક્સ કરીને પણ લગાવી શકો છો.


કાચું દૂધ
ડાર્ક સર્કલ ઘટાડવા માટે કાચું દૂધ પણ અસરકારક હોય છે. કાચું દૂધ ત્વચાના પિગ્મેન્ટેશનને ઘટાડે છે, તેનાથી ત્વચા એક્સ્ફોલિયેટ થાય છે, ડેડ સ્કિન સેલ્સ દૂર કરે છે અને ડાર્ડ સર્કલ ઘટવા લાગે છે. કાચા દૂધમાં રૂ બોળીને આંખોની આસપાસ લગાવો અને થોડીવાર રાખો અને પછી ધોઈ લો. કાચા દૂધને રોજ ડાર્ક સર્કલ પર લગાવી શકાય છે.


21 દિવસ સુધી સતત વરિયાળીનું પાણી પીવાથી મળશે ગજબના ફાયદા, વજન ઘટાડવામાં કરશે મદદ


કોફી
એક બાઉલમાં કોફી અને થોડું મધ મિક્સ કરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો. આ મિશ્રણને ડાર્ક સર્કલ પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. આ ડાર્ક સર્કલ ઘટાડવાની અસરકારક હોય છે અને આંખોને ચમકદાર બનાવે છે.


હળદર
હળદરની પેસ્ટ આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવા માટે લગાવી શકાય છે. હળદરમાં રહેલ કર્ક્યુમિન ડાર્ક સર્કલ ઘટાડે છે. આ માટે હળદરમાં પાણી અથવા દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. આ પેસ્ટ અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવી શકાય છે.


Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.