Dark Underarms: રસોડાની આ વસ્તુઓથી ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા થશે દુર, બિંદાસ પહેરી શકશો સ્લીવલેસ કપડા
Dark Underarms: અંડરઆર્મ્સની સ્કીન ખૂબ જ નાજુક હોય છે. વારંવાર સેવિંગ કે વેક્સ ના કારણે આ ભાગની ત્વચા શરીરના અન્ય ભાગની સરખામણીમાં વધારે ડાર્ક થવા લાગે છે. જે લોકોને આવી સમસ્યા હોય તેઓ આ ઉપાય કરીને ડાર્ક સ્કીનથી મુક્તિ મેળવી શકે છે.
Dark Underarms: ગરમીની શરૂઆત થાય એટલે સ્લીવલેસ કપડાં પણ કબાટમાંથી બહાર આવવા લાગે. પરંતુ કેટલીક યુવતીઓ ગરમીમાં પણ સ્લીવલેસ કપડાં પહેરી શકતી નથી. તેનું મુખ્ય કારણ હોય છે ડાર્ક અંડરઆર્મ્સ. અંડરઆર્મ્સની સ્કીન ઘણા બધા કારણોને લીધે કાળી પડવા લાગે છે. જો અંડરઆર્મ્સ વધારે પડતા કાળા હોય તો યુવતીઓને સ્લીવલેસ કપડાં પહેરવામાં સમસ્યા થાય છે. ડાર્ક અંડરઆર્મ્સના કારણે શરમજનક સ્થિતિમાં પણ મુકાવવું પડે છે. જો તમારી સમસ્યા પણ આવી જ હોય અને અંડરઆર્મ્સની ડાર્કનેસના કારણે તમે સ્લીવલેસ કપડા કે વેસ્ટર્ન કપડા પહેરી શકતા નથી તો તમને આ સમસ્યાનું સમાધાન આપી દઈએ.
આ પણ વાંચો: Skin Care: ત્વચાની ખંજવાળ અને એલર્જીથી મુક્તિ મેળવવા નહાવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ
અંડરઆર્મ્સની સ્કીન ખૂબ જ નાજુક હોય છે. વારંવાર સેવિંગ કે વેક્સ ના કારણે આ ભાગની ત્વચા શરીરના અન્ય ભાગની સરખામણીમાં વધારે ડાર્ક થવા લાગે છે. આવું બધા સાથે થાય છે. પરંતુ કેટલાક લોકોને એ વાતની ખબર નથી હોતી કે ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા દૂર કેવી રીતે કરવી. તો ચાલો તમને જણાવી દઈએ એવા સરળ ઉપાયો વિશે જેને કરીને અંડરઆર્મ્સની ડાર્કનેસથી મુક્તિ મળી શકે છે.
અંડરઆર્મ્સની ડાર્કનેસ દુર કરવાના ઉપાયો
આ પણ વાંચો: Scuba Diving: જાણો ભારતમાં ક્યાં ક્યાં કરી શકાય છે સ્કુબા ડાઇવિંગ અને કેટલો થાય ખર્ચ
બેકિંગ સોડા અને હળદર
જો તમે અંડરઆર્મ્સની ડાર્કનેસ ને દૂર કરવા માંગો છો તો બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી છે તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં બે ચપટી હળદર પાઉડર અને થોડું ગુલાબજળ મિક્સ કરો. હવે આ પેસ્ટને બગલમાં લગાવો. જ્યારે તે સુકાઈ જાય તો હુંફાળા પાણીથી સાફ કરો. થોડા દિવસ નિયમિત તેને લગાડશો એટલે તમને રિઝલ્ટ જોવા મળશે.
આ પણ વાંચો: Hair Spa At Home: ઘરે આ વસ્તુઓનો ઉપયોગ કરી મેળવો હેર સ્પા કરાવ્યા જેવું રિઝલ્ટ
બટેટા અને કાકડી
અંડરઆર્મ્સની ડાર્કનેસ ને દૂર કરવા માટે દાદી-નાનીના સમયથી બટેટા અને કાકડીનો ઉપયોગ થાય છે. તેના માટે બટેટા અને કાકડી નો રસ કાઢી તેને મિક્સ કરો. હવે આ રસને અંડરઆર્મ્સમાં 20 મિનિટ સુધી લગાડી રાખો. આ ઉપાય કરવાથી ડાર્કનેસ જલ્દી દુર થાય છે.
આ પણ વાંચો: આ માપ અને ટીપ્સ ફોલો કરી કચોરી બનાવશો તો પોચું નહીં પડે પડ, બનશે એકદમ ક્રિસ્પી
ચણાનો લોટ
ચણાના લોટને પણ સ્કીન કેર માટે ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. તેનાથી અંડરઆર્મ્સની ડાર્કનેસ અને સનબર્ન પણ દૂર થઈ શકે છે. એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ લઈ તેમાં થોડો લીંબુનો રસ અને દહીં મિક્સ કરો. હવે આ મિશ્રણને અંડરઆર્મ્સ પર લગાડો અને 15 મિનિટ પછી ધોઈ લો. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે બગલની ડાર્કનેસ દૂર થઈ જશે.
આ પણ વાંચો: Kitchen Tips: અનાજમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)