ગોરી અને બેદાગ સ્કીન માટે અજમાવો આ ઘરેલુ ઉપાયો, બસ આ 3 વસ્તુ ચહેરા પર કરશે જાદુ
Skin Care Tips: દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની ત્વચા ચમકતી હોવી જોઈએ. સાથે જ ત્વચા ગોરી અને બેદાગ દેખાતી રહે. દરેક વ્યક્તિ તેના માટે ખૂબ કાળજી રાખે છે. તેના માટે મોંઘી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર તેની જોઈએ તેવી અસર થતી નથી. આ સ્થિતિમાં તમે આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
Skin Care Tips: દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની ત્વચા ચમકતી હોવી જોઈએ. સાથે જ ત્વચા ગોરી અને બેદાગ દેખાતી રહે. દરેક વ્યક્તિ તેના માટે ખૂબ કાળજી રાખે છે. તેના માટે મોંઘી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આવા પ્રોડક્ટમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે થોડા દિવસો માટે સુંદરતા મળે છે પરંતુ થોડા સમય પછી ચહેરાની કુદરતી ચમક ગાયબ થઈ જાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમે સ્કીન કેર રુટીનમાં કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ત્વચાને કોઈપણ પ્રકારના નુકસાન થશે નહીં અને ત્વચાની સુંદરતા પણ વધશે.
આ પણ વાંચો: Alum Benefits: ઓઈલી સ્કીન અને વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા આ રીતે કરો ફટકડીનો ઉપયોગ
નાળિયેર તેલ
નાળિયેરનું તેલ ત્વચા માટે ફાયદાકારક હોય છે. નાળિયેર તેલમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા માટે વરદાન સમાન છે. તમે નાળિયેર તેલ યુક્ત કેપ્સુલ નો ઉપયોગ ત્વચા પર કરી શકો છો.
એલોવેરા
ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી ત્વચા પર ખીલ થતા નથી. તેના માટે એક ચમચી એલોવેરા જેલમાં ગુલાબજળ અથવા તો મધ મિક્સ કરીને ચહેરા પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો
આ પણ વાંચો: શિયાળામાં આલિયા જેવી ગુલાબી ત્વચા રાખવા માટે ઘરના રસોડાની આ વસ્તુનો કરો ઉપયોગ
હળદર અને ચંદન
હળદર અને ચંદન સ્કીન માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચા ગ્લોઇંગ બને છે. તેના માટે પાણીમાં ચંદન પાવડર અને હળદર ઉમેરીને ફેસપેક તૈયાર કરી ચહેરા અને ગળા પર લગાડવો. 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)