Period pimples: માસિકના 7 દિવસ પહેલા કરી લેશો આ કામ તો ત્વચા પર નહીં નીકળે હોર્મોનલ પિંપલ્સ
Period pimples: મોટાભાગની મહિલાઓને માસિક સમયે ત્વચા પર ખીલ નીકળવા લાગે છે. આ ખીલને હોર્મોનલ પીમ્પલ કહેવાય છે. માસિકના કારણે હોર્મોન્સમાં થતા ફેરફારને લીધે આ ખીલ થતા હોય છે.
Period pimples: પિરિયડ દરમિયાન મહિલાઓમાં હોર્મોનલ ફેરફાર થાય છે. આ ફેરફારના કારણે મૂડ સ્વીંગ સહિતની અનેક સમસ્યાઓ મહિલાઓ અનુભવે છે. તેમાંથી સૌથી વધારે ત્વચા પર ખીલ નીકળવાની સમસ્યા સતાવે છે. મોટાભાગની મહિલાઓને માસિક સમયે ત્વચા પર ખીલ નીકળવા લાગે છે. આ ખીલને હોર્મોનલ પીમ્પલ કહેવાય છે. માસિકના કારણે હોર્મોન્સમાં થતા ફેરફારને લીધે આ ખીલ થતા હોય છે. માસિક પછી આ ખીલ જાતે મટી પણ જાય છે. ત્વચા પર દેખાતા આ ખીલ ત્વચાની સુંદરતાને પ્રભાવિત કરે છે અને તેમાં દુખાવો પણ વધારે થાય છે.
આ પણ વાંચો: ઘૂંટણ સુધી લાંબા વાળ માટે એલોવેરામાં આ વસ્તુ ઉમેરી લગાવો વાળમાં, તુરંત દેખાશે અસર
માસિકના કારણે થતી ત્વચાની સમસ્યાઓને દૂર કરવી હોય તો તેના માટેના 5 સરળ ઉપાય આજે તમને જણાવીએ. માસિકના સાત દિવસ પહેલા જો તમે આ 5 કામ કરી લેશો તો હોર્મોનલ પીમ્પલથી બચી શકો છો.
હોર્મોનલ પીમ્પલ માટેના ઉપાય
આ પણ વાંચો: પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીત
1. સૈલિસિલિક એસિડ એવું તત્વ છે જે ત્વચાને અંદરથી સાફ કરે છે. તેના કારણે ત્વચા પર ખીલ ઉત્પન્ન કરતાં કણ પણ દૂર થઈ જાય છે. સૈલિસિલિક એસિડ ત્વચામાંથી ડેડસ્કીન અને વધારાનું તેલ હટાવવામાં પણ મદદ કરે છે. પિરિયડ દરમિયાન નિયમિત રીતે સૈલિસિલિક એસિડ યુક્ત ફેસવોશ નો ઉપયોગ કરવો.
2. બેંજોયલ પેરોક્સાઈડ પિમ્પલને સુકાવવામાં અને બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. આ ક્રીમ ત્વચા પર લગાડવાથી ખીલ ઝડપથી મટે છે. જો માસિકના સાત દિવસ પહેલાથી તમે આ ક્રીમનો ઉપયોગ કરશો તો ખીલ નીકળવાનું જ બંધ થઈ જશે.
આ પણ વાંચો: Belly Fat: 40 ની કમર પણ થઈ જશે 26 ની.. પેટની ચરબી ઉતારવા અપનાવો આ 1 સરળ ઘરેલુ ઉપાય
3. આ સીરમ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખે છે. ખાસ કરીને આ સીરમ એવી મહિલાઓ માટે ઉપયોગી છે જેમને માસિક દરમિયાન ત્વચા સંવેદનશીલ થઈ જાય છે અથવા તો વધારે ડ્રાય થઈ જાય છે.
4. ટી ટ્રી ઓઇલના એન્ટિસેપ્ટિક અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ ખીલનો ઉપચાર પ્રભાવી રીતે કરે છે. આ ઓઇલ ત્વચા પર ખીલ નીકળતા અટકાવવામાં મદદ કરે છે. આ તેલને ડાયરેક્ટ લગાડવાને બદલે પહેલા નાળિયેર તેલ કે ઓલિવ ઓઈલમાં મિક્સ કરી પાતળું કરી લેવું.
આ પણ વાંચો: Recipe: જન્માષ્ટમીનો ભોગ પંજીરી વિના અધુરો, જાણો શ્રીકૃષ્ણની પ્રિય પંજીરીની રેસિપી
5. ઝીંક એક મહત્વપૂર્ણ મિનરલ છે જે ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. તે હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરે છે અને ત્વચા પર થતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. માસિક દરમિયાન ઝીંક સપ્લીમેન્ટનું સેવન કરવાથી ખીલ સહિતની સમસ્યાથી રાહત મળશે.
આ ઉપાય કરવાની સાથે માસિક સમયે જીવનશૈલી પર પણ ધ્યાન આપો. માસિકના સાત દિવસ પહેલાથી જ હેલ્દી ભોજન કરવાનું રાખો અને પર્યાપ્ત માત્રામાં પાણી પીવો. આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો પણ માસિક સમયે થતી સમસ્યાઓ ઓછી થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)