બિંદી કરવાથી માથા પર થાય છે ફોલ્લીઓ ? આ વસ્તુઓ ગણતરીની મિનિટોમાં દુર કરશે એલર્જી
Home Remedies For Skin Rashes: બિંદીને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. કપાળ પર બિંદી વિના શ્રૃંગાર પણ અધુરો રહે છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ રોજ કપાળ પર બિંદી કરે છે. નિયમિત રીતે બિંદી કરવાથી ઘણી યુવતીઓને તે જગ્યા પર ડ્રાયનેસ અને ખંજવાળ થવા લાગે છે.
Home Remedies For Skin Rashes: ભારતીય સંસ્કૃતિમાં કપાળ પર બિંદી કરવાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે બિંદીને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. કપાળ પર બિંદી વિના શ્રૃંગાર પણ અધુરો રહે છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ રોજ કપાળ પર બિંદી કરે છે. નિયમિત રીતે બિંદી કરવાથી ઘણી યુવતીઓને તે જગ્યા પર ડ્રાયનેસ અને ખંજવાળ થવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો કરી શકો છો.
આ પણ વાંચો:
ઉનાળામાં ત્વચાને ઠંડક આપશે આ 3 ફેસ પેક, નિયમિત ઉપયોગ કરવાથી વધે છે ત્વચાની રંગત
Get Rid of Lizards: ઘરમાંથી ગરોળીઓ થઈ જશે ગાયબ, બસ કરી લો આ એક સરળ કામ
Get Rid Of Ants: ઘરમાં આવતી કીડીઓથી એકવારમાં મેળવવી હોય મુક્તિ તો કરો આ સરળ કામ
મોઈશ્ચરાઈઝર
કપાળની ડ્રાયનેસ અને ખંજવાળને દૂર કરવા માટે તમે મોઈશ્ચરાઈઝરની મદદ લઈ શકો છો. શરુઆતમાં દિવસમાં બેથી ત્રણ વખત તે ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો. તેના કારણે ત્વચામાં મોઈશ્ચર રહેશે અને ત્વચાની ડ્રાયનેસ અને ખંજવાળથી રાહત મળશે.
નારિયેળનું તેલ
બિંદીના કારણે ત્વચા પર ફોલ્લીઓ થતી હોય તો નારિયેળનું તેલ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માટે રોજ બે મિનિટ સુધી નારિયેળ તેલથી કપાળ પર માલિશ કરો. નાળિયેર તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.
એલોવેરા જેલ
બિંદીને કારણે કપાળ પર થતી શુષ્કતા અને ખંજવાળ દૂર કરવા માટે તમે એલોવેરા જેલની મદદ લઈ શકો છો. તેના માટે દરરોજ રાત્રે સૂતા પહેલા કપાળ પર એલોવેરા જેલ લગાવો અને થોડા સમય માટે હળવા હાથે મસાજ કરો. એલોવેરા જેલમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે જે ત્વચા માટે બેસ્ટ છે.
કુમકુમ બિંદી
કપાળ પર કુમકુમ બિંદી કરવાથી ત્વચાની એલર્જી અને ફોલ્લીઓની તકલીફ રહેતી નથી. ઘણીવાર સ્ટીકર બિંદીના કારણે એલર્જી થતી હોય છે. જો કે આ બિંદીને પણ રાત્રે સૂતા પહેલા દુર કરવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)