ડેન્ડ્રફથી પરેશાન છો? ફિકર નોટ...આ ઉપાય અજમાવો, થઈ જશે સમસ્યાનું નિવારણ
ડેન્ડ્રફ અને શુષ્ક નિર્જીવ વાળ તમને શિયાળાની ઋતુમાં પરેશાન કરી શકે છે. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય.
નવી દિલ્લીઃ મનુષ્યના કેશ એટલેકે, માથાના વાળ એ એની શોભા અને તેની ઓળખનો એક ખુબ જ મહત્ત્વનો ભાગ છે. ઘણીવાર એની ઓળખ માટે તે સૌથી વિશેષ ગણાય છે. ત્યારે વાળની સંભાળ પણ એટલી જ જરૂરી છે. જો તમે વાળની યોગ્ય સંભાળ ન રાખો તો તેમાં લીખો એટલેકે, ડેન્ફ્રફ પડી શકે છે. જે એક પ્રકારની જીવાત જ હોય છે. જેને કારણે આખો દિવસ માથામાં ખંજવાળ આવે છે અને માણસને સતત બચૈની રહે છે. આ સમસ્યાના નિવારણ માટે અહીં કેટલાંક ઘરગથ્થુ ઉપાય દર્શાવવામાં આવ્યાં છે.
ડેન્ડ્રફ અને શુષ્ક નિર્જીવ વાળ તમને શિયાળાની ઋતુમાં પરેશાન કરી શકે છે. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય. શિયાળાની ઋતુમાં વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. ખોડો ખોપરી ઉપરની ચામડી માં ખંજવાળનું કારણ બને છે અને તેના કારણે વાળ પણ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જો તમે પણ તમારા વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો કેટલાક આસાન ઘરેલુ ઉપાય કરો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળશે.
લીંબુ-
લીંબુ ને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં લીંબુ સૌથી અસરકારક સાબિત થશે. તેલમાં લીંબુ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો અને બીજા દિવસે સવારે હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.
મેથી-
મેથીના દાણા નો પાવડર બનાવો અને આ પાવડરમાં દહીં મિક્સ કરો અને આખી રાત રહેવા દો. બીજા દિવસે તેને વાળમાં લગાવો અને એક કલાક સુધી આ રીતે રાખો. થોડા સમય પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ ડેન્ડ્રફ ને દૂર કરવામાં મદદ કરશે.
છાશ-
છાશ ના ઉપયોગથી પણ તમને ડેન્ડ્રફની સમસ્યામાં રાહત મળશે. છાશ થી વાળ ધોવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.
(નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતા નથી.)