લોટ બાંધતા પહેલા તેમાં આ 2 વસ્તુ ભેળવી લો, તમને આ ગંભીર સમસ્યાથી મળશે છૂટકારો!
How To Get Rid Of Constipation: કબજિયાતની સારવાર એ આપણા ખાણીપીણીમાં ફેરફાર પર મોટાભાગે રહેલી હોય છે. જો તમારું પેટ સારી રીતે સાફ ન થતું હોય તો કબજિયાતથી છૂટકારો મેળવવા માટે તમે લોટમાં આ 2 વસ્તુ ભેળવીને રોટલી બનાવી શકો છો.
કબજિયાત થાય તો કઈ પણ ખાવાનું મન કરતું નથી. ભૂખ લાગતી નથી અને પેટમાં દુખાવો પણ રહે છે. આપણામાંથી અનેક લોકો એવા હોય છે કે જેમને છાશવારે કબજિયાત રહેતી હશે. જો કે કબજિયાતથી છૂટકારો મેળવવો એ પણ એટલું અઘરું નથી. પરંતુ આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી આ પાચનની સમસ્યાને જલદી આમંત્રણ આપી દે છે. આમ તો કબજિયાત માટે ઘરેલુ સારવાર પણ કરી શકાય છે પરંતુ જો તમે પાચન સમસ્યાને નેચરલ રીતે જ ઠીક કરવામાં આવે તો તેનાથી સારું શું હોઈ શકે. જો તમે પણ જાણવા માંગતા હોવ કબજિયાતની ઘરેલુ સારવાર શું છે અને કબજિયાતથી છૂટકારો કેવી રીતે મેળવવો તો એક ઘરગથ્થુ ઉપાય અક્સિર છે. તમારે લોટ બાંધતી વખતે તેમાં 2 વસ્તુ ભેળવી દેવાની છે અને તે લોટની રોટલી બનાવવાની છે. તમે જોશો કે રોજ તમારું પેટ સરળતાથી સાફ થવા લાગશે.
કબજિયાત માટે ઘરઘથ્થુ નુસ્ખો
કબજિયાતથી છૂટકારો મેળવવા અને પેટ સાફ રાખવા માટે તમારે બસ તમારા રેગ્યુલર ઘઉના લોટમાં થોડો ઓટ્સનો લોટ ભેળવી દેવાનો છે. આ સાથે જ તમે થોડો અજમો કે તેનો પાઉડર પણ તેમા ભેળવી શકો છો. અથવા તો લોટ બાંધવા માટે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. બધી ચીજો ભેળવીને તેને સારી રીતે મિક્સ કરો અને લોટ બાંધવાનું શરૂ કરો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમે જોશો કે પેટ અને પાચન સારું રહેશે.
ઓટ્સના ફાયદા
જલદી પાચન અને કબજિયાતથી છૂટકારો મેળવવાની વાત આવે તો ફાઈબર એક મોટી ભૂમિકા ભજવે છે. દલિયા ફાઈબરનો એક સારો સ્ત્રોત છે. ખાસ કરીને તેમાં ભળી જતા ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. હાઈ ફાઈબરવાળા ફૂડ્સ જેમ કે ફળ, નટ્સ, અને બીજ દલિયા સાથે સારી રીતે મેળ ખાય છે અને કબજિયાતથી રાહત આપનારા લાભ વધારી શકે છે.
અજમાના ફાયદા
જે લોકો કબજિયાતથી પરેશાન રહેતા હોય તેમના માટે અજમો રામબાણ સાબિત થઈ શકે છે. અજમાનો ઉપયોગ ભૂખને વધારવા અને પાચન સુધારવા માટે થાય છે. કફ-વાયુ પ્રકૃતિમાં સારી રીતે કામ કરે છે. અજમો ઔષધીય ગુણ માટે પણ જાણીતો છે. ખાસ કરીને કબજિયાત માટે તે ખુબ સારું કામ કરે છ.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube