Home Remedies: શરીરમાં જો કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો અપનાવો આ ઘરગથ્થું નુસ્ખા, નસોમાં જામેલી ગંદકી સાફ થઈ જશે
કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં મળી આવતો એક એવો ચીકણો પદાર્થ છે જે કોશિકાઓની દિવાલોના નિર્માણ અને કેટલાક હોર્મોન બનવવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલનું લેવલ જરૂર કરતા વધી જાય ત્યારે તે ધમનીઓની દીવાલો પર ચોંટી જાય છે અને હ્રદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
અત્યારની આ ભાગદોડવાળી જિંદગીમાં લોકોમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે જે હ્રદય રોગ, સ્ટ્રોક અને અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં મળી આવતો એક એવો ચીકણો પદાર્થ છે જે કોશિકાઓની દિવાલોના નિર્માણ અને કેટલાક હોર્મોન બનવવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલનું લેવલ જરૂર કરતા વધી જાય ત્યારે તે ધમનીઓની દીવાલો પર ચોંટી જાય છે અને હ્રદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આવામાં અનેક એવા ઘરગથ્થું ઉપાય છે જે વધેલા કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. જાણો આ ઉપાયો વિશે...
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદાકારક છે આ ઘરગથ્થું ઉપાયો...
લસણ
લસણમાં એલિસિન નામનું તત્વ મળી આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. તમે રોજ લસણની એક કે બે કળી ખાઈ શકો છો કે લસણની ચા બનાવીને પી શકો છો. જે સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક છે.
આદુ
આદુ હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓમાં ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે બ્લડ વેસલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે રોજ સવારે ખાલી પેટે આદુનું પાણી પી શકો છો કે પછી આદુની ચા બનાવીને પી શકો છો.
તજ
તજમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. તજ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને ગૂડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તમે તજને તમારી ચા કે કોફીમાં નાખીને પી શકો છો. કે પછી રોજ સવારે ખાલી પેટે તજનું પાણી પી શકો છો.
ડુંગળી
ડુંગળીમાં ક્વેરસેટિન હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરી શકે છે. કાચી ડુંગળી ખાવાથી તમને સૌથી વધુ ફાયદો થશે. તમારે ડુંગળી સલાડ, સેન્ડવિચ કે અન્ય વ્યંજનોમાં સામેલ કરીને ખાવી જોઈએ. તમે તમારા શાકમાં પણ ડુંગળી નાખીને ખાઈ શકો છો.
ઓટ્સ
ઓટ્સ એક એવું અનાજ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક છે. ઓટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને ગૂડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તમે ઓટ્સનું દલિયા બનાવીને નાસ્તામાં ખાઈ શકો છો કે પછી તેના લોટની રોટલી બનાવીને ખાઈ શકો છો.
અજમો
અજમો એક એવો મસાલો છે જે હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓને પહોંચી વળવામાં ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે બ્લડ વેસલ્સમાં સોજા ઓછા કરે છે અને હ્રદય રોગના જોખમને ઓછું કરે છે. તમે રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પી શકો છો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)