Belly Fat: જ્યારે પણ શરીરમાં ચરબી વધે છે તો સૌથી પહેલા પેટ અને કમરના ભાગ પર તેની અસર જોવા મળે છે. કમર અને પેટ પર વધેલી ચરબીને બેલી ફેટ કહેવાય છે. બેલી ફેટ વધારે હોય તો શરીરનો આકાર અને આકર્ષણ બંને ઘટી જાય છે. આ રીતે વધતી ચરબી શરીરમાં બીમારીઓ પણ વધારે છે. તેથી પ્રયત્ન કરવો જોઈએ કે બેલી ફેટ ક્યારેય ન વધે. પરંતુ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે જો પેટ અને કમરના ભાગે ચરબી વધી ગઈ હોય તો તેને દૂર કરવી પણ શક્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Recipe: જન્માષ્ટમીનો ભોગ પંજીરી વિના અધુરો, જાણો શ્રીકૃષ્ણની પ્રિય પંજીરીની રેસિપી


બેલીફેટ વધે તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જેમકે બેઠાડુંજીવન શૈલી હોય તો પણ પેટ અને કમરના ભાગે ચરબી જામે છે. શરીરના આ ભાગમાં વધેલી ચરબીથી છુટકારો મેળવવો હોય તો તમે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો. આજે તમને કેટલીક આવી ઘરેલુ ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે બેલીફેટ થી છુટકારો ઝડપથી મેળવી શકો છો. 


પેટની ચરબી ઘટાડવાનો નુસખો 


આ પણ વાંચો: મફતમાં મળતા આ લાલ ફૂલથી ચહેરાની કરચલીઓ થશે ઓછી, 40 વર્ષે પણ ત્વચા દેખાશે 25 જેવી


જો તમે પેટની લટકતી ચરબીથી પરેશાન છો તો આ ઘરેલુ નુસખાની મદદથી તેને ઘટાડી શકો છો. ઘરના રસોડામાં જ રહેલા કેટલાક મસાલાનો ઉપયોગ કરીને એક ખાસ પાઉડર તૈયાર કરવાનો છે. ઘરે જ તૈયાર થઈ જતો આ પાવડર પેટની વધતી ચરબીને ઘટાડવાનો અસરદાર નુસખો છે. જો તમે આ પાવડરનો ઉપયોગ નિયમિત કરશો તો 40 ની કમર પણ 26મી ઝડપથી થશે. 


પેટની ચરબી ઉતારતો આયુર્વેદિક પાવડર 


આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


પેટની ચરબી ઉતારતો આ પાવડર તૈયાર કરવા માટે તમને તજ, આદુ, હળદર, એલચી, મધ અને લીંબુના રસની જરૂર પડશે. બધી જ વસ્તુને સમાન માત્રામાં લઈને સારી રીતે મિક્સ કરી લો. તમે વધારે માત્રામાં બધી વસ્તુને મિક્સ કરીને ચૂર્ણ તૈયાર કરી શકો છો. અથવા તો રોજ તાજુ ચૂર્ણ બનાવીને ખાઈ શકો છો. આ ચૂર્ણની બે ચમચી રોજ બપોરે અને રાત્રે ભોજન કર્યા પછી એક ગ્લાસ પાણી સાથે લેવી. આ ઘરેલુ નુસખાની મદદથી પેટની વધેલી ચરબી ઝડપથી ઘટવા લાગે છે. 


આ પણ વાંચો: Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે


આ નુસખો અજમાવવાની સાથે જો તમે બેલીફેટને ઓછા સમયમાં ઘટાડવા માંગો છો તો નિયમિત સવારે અને સાંજે એક્સરસાઇઝ કરો. માત્ર 30 મિનિટની હળવી એક્સરસાઇઝ પણ ચરબીને ઝડપથી કંટ્રોલ કરે છે. સાથે જ ડાયટમાં પણ પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો અને જે વસ્તુમાં ફેટ અને કેલેરી વધારે હોય તેને ખાવાનું અવોઈડ કરો. આ વસ્તુનું ધ્યાન રાખશો તો ઝડપથી રિઝલ્ટ જોવા મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)