Forehead Tan Removal: એવું તો શક્ય જ નથી કે દિવસ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનું જ ન થાય. અને જ્યારે ઘરમાંથી બહાર નીકળીએ તો ત્વચા તડકાના સંપર્કમાં આવે જ છે. ઘણા લોકો તડકાના કારણે ત્વચાને થતા નુકસાનથી બચવા માટે ચહેરા પર માસ્ક કે કપડું બાંધે છે પરંતુ ઘણા લોકો આવું કરતા નથી જેના કારણે કપાળ પર સૌથી વધારે ટેનિંગ થઈ જાય છે. ચહેરા પર સન સ્ક્રીન લોશન લગાડ્યું હોય તો પણ કપાળની ત્વચા વધારે કાળી થઈ જાય છે. કપાળ પર થયેલા ટેનિંગને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ નુસખા મદદરૂપ સાબિત થાય છે. જો તમારા પણ ચેહરા પર ડબલ કલર થઈ ગયો હોય એટલે કે કપાળની ત્વચા ચહેરાની ત્વચા કરતા વધારે ડાર્ક હોય તો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ખૂબ જ ઝડપથી સ્કીન ટેનિંગ દુર થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વાળ પણ થઈ ગયા છે ઝાડુ જેવા? ટ્રાય કરો આ માસ્ક, રબ્બરમાંથી લપસી જાય એવા થઈ જશે વાળ


ખીલના કારણે પડેલા ડાઘ દુર કરવા આ 2 રીતે કરો ટમેટાનો ઉપયોગ, 7 દિવસમાં દેખાશે અસર


Hair Care: ખરતા વાળને અટકાવશે આ 5 સુપરફૂડ, ઝડપથી લાંબા થશે વાળ


લીંબુનો રસ


કપાળ પરથી ટેનિંગ દૂર કરવા માટે લીંબુના રસને રૂની મદદથી કપાળ પર લગાડો અને 15 મિનિટ માટે રહેવા દો ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.


ટમેટાની પેસ્ટ


કપાળ પર સ્કીન વધારે ડાર્ક થઈ ગઈ હોય તો ટમેટાની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે ટમેટાની પેસ્ટ બનાવીને તેને કપાળ પર લગાડો અને 20 મિનિટ સુધી રહેવા દો.


દહીં અને હળદર


એક વાટકીમાં બે ચમચી દહીંમાં એક ચપટી હળદર મિક્સ કરી અને આ મિશ્રણને ચહેરા પર લગાડો. મિશ્રણને 15 મિનિટ માટે ચહેરા પર રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. 


આ પણ વાંચો:


આ 5 સુપરફૂડ તમને વાળ ખરતા બચાવશે, હેર ગ્રોથમાં થશે ફાયદો


ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા આ રીતે લગાડો બીટનો રસ, ત્વચા પર વધશે ગુલાબી નિખાર


એલોવેરા જેલ


એલોવેરા જેલ પણ સ્કિન ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એલોવેરાનું ફ્રેશ જેલ લઈને 20 મિનિટ સુધી તેને માથા પર લગાડો અને પછી હળવા હાથે મસાજ કરી પાણીથી સાફ કરો.


કાકડીનો રસ


કાકડીની સ્લાઈસને અથવા તો તેનો રસ કાઢીને ફ્રિજમાં ઠંડુ કરવા રાખો. ત્યાર પછી તેને ચહેરા પર લગાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)