White Hair: એ વાત તો સૌ કોઈ જાણે છે કે ઉંમર વધવાની સાથે વાળ સફેદ થઈ જ જાય છે. પરંતુ તેમ છતાં ટેન્શન ત્યારે વધી જાય છે જ્યારે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે. 25-30 વર્ષની ઉંમરમાં જ જો વાળમાં સફેદી દેખાવા લાગે તો ટેન્શન બધી જ જાય છે. જોકે ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગે તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે. જેમાં સૌથી મુખ્ય કારણ હોય છે ડાયટ. જ્યારે ડાયટમાં વાળને જરૂરી પોષણયુક્ત વસ્તુઓનો સમાવેશ ન કરવામાં આવે તો ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગે છે. તેનાથી વિરુદ્ધ જો તમે પાંચ સુપર ફૂડને પણ તમારી ડાયટમાં સામેલ કરી લો છો તો સફેદ થયેલા વાળ ધીરે ધીરે કાળા થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળને કાળા કરતાં 5 સુપર ફૂડ 


આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે માખી સહિતના વરસાદી જીવજંતુઓ


આમળા 


આમળા વાળને કાળા કરવામાં મદદ કરે છે. વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર આમળા વાળને કાળા કરે છે. રોજ સવારે 15 મીલી આમળાનો જ્યુસ પી લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે. 


કલોંજી 


કલોંજી કાળા તલ જેવા નાના નાના બી હોય છે. કલોંજી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. કલોંજીથી વાળ સફેદ થવાની સમસ્યા ઘટી જાય છે. અઠવાડિયામાં બે વખત કલોંજીનું માસ્ક વાળમાં સારી રીતે લગાડવું જોઈએ. 


આ પણ વાંચો: Curd For Hair: વાળમાં દહીં લગાડવાથી ખરેખર ફાયદો થાય ? જાણો એક્સપર્ટ પાસેથી સાચો જવાબ


લીમડાના પાન 


લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે રસોઈમાં જ કરવામાં આવે છે. આ પાનનો ઉપયોગ કરીને તમે સફેદ વાળને કાળા પણ કરી શકો છો. લીમડાના પાન વાળના મૂળમાં મેલેનીનનું ઉત્પાદન વધારે છે. તેનાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા સ્લો થઈ જાય છે. તેના માટે રોજ સવારે ખાલી બે ત્રણથી ચાર મીઠા લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. 


આ પણ વાંચો: Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ તેલ, સ્કિન ટાઈટ થવા સહિત થશે આ 5 ફાયદા


વ્હીટ ગ્રાસ 


ઘઉંના ઘાસનું જ્યુસ જેને વ્હીટ ગ્રાસ કહેવાય છે તે વાળના રોમને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. તેનાથી વિશાક્ત પદાર્થ શરીરમાંથી નીકળી જાય છે. પરિણામે વાળ પણ સુંદર બને છે. વ્હીટ ગ્રાસ જ્યુસ તૈયાર પણ મળે છે. 


કાળા તલ 


કાળા તલ વાળ માટે સુપર ફુડ છે. તે સ્કેલ્પને પોષણ આપવામાં મદદ કરે છે. જો સમય પહેલા જ વાળ સફેદ થવા લાગ્યા હોય તો એક ચમચી કાળા તલ દિવસ દરમ્યાન ખાવાનું રાખો. આ સિવાય કાળા તલનું તેલ પણ વાળમાં લગાડી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)