Glowing Skin Tips: વાતાવરણમાં જ્યારે સતત ફેરફાર થાય છે તો તેની અસર ચહેરા ઉપર પણ દેખાય છે. આવી સ્થિતિમાં ત્વચા ડ્રાય અને ડલ થઈ જાય છે. ત્વચાની ડ્રાયનેસને દૂર કરવા માટે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં જોઈએ તેવું રીઝલ્ટ મળતું નથી. વળી આ પ્રકારના પ્રોડક્ટ કેમિકલથી ભરપૂર હોય છે જે ત્વચાને નુકસાન કરે તેવી શક્યતા પણ હોય છે. તેવામાં આજે તમને ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે તેવી નાઈટ ક્રીમ ઘરે બનાવવાની રીત જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:


દુર્ગંધ મારતા પરસેવાથી મુક્તિ મેળવવા ફોલો કરો આ ટીપ્સ, પરફ્યૂમની નહીં પડે જરૂર


ડ્રાય થયેલા વાળમાં ચમક લાવે છે ચાનું પાણી, આ રીતે તૈયાર કરી વાળમાં કરો ઉપયોગ


શરીરમાં આ વિટામીનની ઊણપ હોય તો ઝડપથી સફેદ થાય છે વાળ, આ રીતે દુર કરો સમસ્યા
 


બદામનો ઉપયોગ કરીને આ ક્રીમ બનાવવાની હોય છે. બદામ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે ત્વચાને પોષણ આપે છે. સાથે જ તે ડેમેજ સ્કીનને રીપેર કરે છે. બદામનો ઉપયોગ કરવાથી ખીલ, રીંકલ, ડાર્ક સ્પોર્ટ દૂર થાય છે. તેમાં પણ જો તમે બદામની નાઈટ ક્રીમ બનાવીને રોજ તેને અપ્લાય કરો છો તો તમારી ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. 


 


બદામની નાઈટ ક્રીમ બનાવવા માટે બે ચમચી બદામનું તેલ, બે ચમચી એલોવેરા જેલ, થોડું ગુલાબજળ, એક ચમચી કોકો બટર અને એક ચમચી મધની જરૂર પડશે. નાઈટ ક્રીમ બનાવવા માટે એક પેનમાં કોકો બટર અને બદામનું તેલ લઈ તેને ધીમા તાપે ગરમ કરો. જ્યારે બંને વસ્તુ બરાબર ઓગળી જાય તો ગેસ બંધ કરો અને તેમાં એલોવેરા જેલ ગુલાબજળ અને મધ ઉમેરો. બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરો અને ઠંડી થવા દો. તૈયાર કરેલી બદામ નાઈટ ક્રીમને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરો. હવે આ ક્રીમને રોજ રાતે સુતા પહેલા સ્કીન ઉપર અપ્લાય કરો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)