Home Made Hair Oil For Hair Fall: આમળા આયુર્વેદિક જડીબુટ્ટી છે જેમાં વિટામિન ઈ, વિટામિન સી અને ટેનિન નામના તત્વ હોય છે. આમળાનો ઉપયોગ ઘણા વર્ષોથી વાળ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે તમને આમળાનું તેલ બનાવવાની રીત જણાવીએ. આમળામાં એવા ઘણા ગુણ હોય છે જે તમારા વાળને મજબૂત કરે છે અને ખરતા વાળની સમસ્યા દૂર કરે છે. આ ઉપરાંત સફેદ થતાં વાળની તકલીફને પણ ઓછી કરે છે. તો ચાલો તમને જણાવીએ કે વાળ માટે ઉપયોગી આમળાનું આયુર્વેદિક તેલ ઘરે કેવી રીતે બનાવવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળામાં થતી આંખની બળતરાની તકલીફ તુરંત દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય


બીટ અને બદામના તેલનો આ રીતે કરશો ઉપયોગ તો થોડા જ દિવસોમાં દુર થઈ જશે ડાર્ક સર્કલ


પીળા પડેલા દાંત પણ થઈ જશે મોતી જેવા સફેદ, જાણો દાંત પરથી પીળાશ દુર કરવાના દેશી નુસખા


આમળાનું તેલ બનાવવા માટે જરૂરી સામગ્રી


બે આમળા
બે ચમચી તલનું તેલ
બે ચમચી એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઇલ


આમળાનું તેલ બનાવવાની રીત


આમળાનું તેલ બનાવવા માટે સૌથી પહેલા આમળાને ધોઈ અને તેના ચાર ટુકડા કરી લેવા. ત્યાર પછી તેને એક કલાક માટે સુકાવા રાખો. ત્યાર પછી આ તેલમાં તલનું તેલ અને કોકોનટ ઓઇલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ તમામ વસ્તુને એક કડાઈમાં ઉમેરો અને ધીમા તાપે ઉકળવા દો. જ્યારે તેલનો રંગ બદલી જાય એટલે તેને ગાળી ઉપયોગમાં લો. જો તમારે આ તેલ સ્ટોર કરવું હોય તો આમળા સહિતની વસ્તુઓનું પ્રમાણ વધારી દેવું અને તેલ બનાવીને કાચની બોટલમાં ભરી લેવું. તૈયાર કરેલા તેલને વાળ ધોતા પહેલા માથામાં સારી રીતે લગાડી અને પછી શેમ્પુ કરવું.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)