Homemade Hair Color: સફેદ વાળની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. ઘણા યુવાનોને તો કોલેજ જવાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. તેનું કારણ હોય છે લાઈફસ્ટાઈલ. આ સિવાય પ્રદૂષણ અને કેમિકલ યુક્ત પ્રોડક્ટના ઉપયોગના કારણે પણ ઝડપથી વાળ સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં જ્યારે વાળ સફેદ થઈ જાય તો તેને કાળા કરવા માટે હેર ડાઈ, મહેંદી કે કલરનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ પ્રકારની વસ્તુઓમાં હાનિકારક કેમિકલ હોય છે જે વાળને થોડા દિવસો માટે કાળા કરે છે અને સાથે નુકસાન પણ કરે છે. તેવામાં જો તમે વાળને કુદરતી રીતે કાળા કરવા માંગો છો તો આ ઘરેલુ નુસખા અજમાવવા સૌથી બેસ્ટ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ખરતાં વાળના કારણે માથાના હાલ છે આવા ? તો બાયોટિનથી ભરપુર આ વસ્તુઓ ખાવાનું કરો શરુ


આવા જ ઘરેલુ નુસખામાંથી એક ખૂબ જ અસરકારક નુસખા વિશે આજે તમને જણાવીએ. આ નુસખો એવો જોરદાર છે કે એક અઠવાડિયામાં જ તમને રિઝલ્ટ જોવા મળી જશે અને વાળને નુકસાન પણ નહીં થાય. આ ઘરેલુ નુસખાથી વાળ વધારે સુંદર પણ દેખાશે. આ નુસખો અજમાવવા માટે સરસવના તેલની જરૂર પડશે સાથે જ ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. 


વાળને કાળા કરવા માટેનું હેર માસ્ક


આ પણ વાંચો: સોફ્ટ રોટલી બનાવવા આ રીતે લોટ બાંધો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશે


વાળને કાળા કરવા માટેનું આ હેર માસ્ક બનાવવા માટે તમને હળદર, સરસવનું તેલ અને મીઠા લીમડાના પાનની જરૂર પડશે. તેને તૈયાર કરવા માટે સૌથી પહેલા એક લોઢાના વાસણમાં એક વાટકી સરસવના તેલને ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી હળદર પાઉડર ઉમેરો અને પાંચથી દસ મિનિટ ધીમા તાપે ઉકળવા દો. ત્યાર પછી તેમાં મીઠા લીમડાના 10 થી 12 પાન ઉમેરી દો. તેને પણ બરાબર ઉકાળો. 10 થી 15 મિનિટ પછી ગેસ બંધ કરી તેલને ઠંડુ કરી લો. તેલ ઠંડુ થઈ જાય એટલે ગાળી અને કાચની બોટલમાં ભરી લો. 


આ પણ વાંચો: તડકામાંથી આવો પછી સ્કીન પર લગાવી લો કેળાની છાલ, ઉનાળામાં પણ ખીલેલી રહેશે ત્વચા


તૈયાર કરેલા તેલને વાળના મૂળમાં અને વાળની લંબાઈ અનુસાર સારી રીતે લગાડવો. દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. આ તેલને તમે આખી રાત વાળમાં જ લગાવી રાખો. બીજા દિવસે સવારે માઈલ્ડ શેમ્પુ વડે વાળને ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત આ તેલનો ઉપયોગ કરશો એટલે વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે. આ તેલનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)