Skin Care: ચહેરાની સુંદરતા દરેક વ્યક્તિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ આ સુંદરતા ડાર્ક સર્કલના કારણે ફીકી પડી જાય છે. અંડર આઈ ડાર્ક સર્કલને દૂર કરવા માટે લોકો અલગ અલગ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં રહેલા કેમિકલ ત્વચાને નુકસાન પણ કરી શકે છે. અન્ડર આઇ ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ નુસખા પણ અપનાવી શકો છો તેનાથી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકસાન પણ નહીં થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખ નીચેના ડાર્ક સર્કલને ગણતરીના દિવસોમાં દૂર કરવા હોય તો તેના માટે રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો. રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે ત્વચાની સુંદરતા વધારે છે તેમાં સૌથી અસરકારક બટેટા છે. બટેટામાં રહેલા કેટલાક તત્વો આંખ નીચેના ડાર્ક સર્કલને અને સોજાને તુરંત દૂર કરે છે. જો તમારી આંખની નીચે પણ ડાર્ક સર્કલ છે તો ચાલો તમને જણાવીએ તમે કેવી રીતે બટેટાનું આઈ માસ્ક બનાવી શકો છો.


આ પણ વાંચો: White Hair: સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, રસોડાની આ 3 વસ્તુઓનો કરવાનો છે ઉપયોગ


બટેટાનું આઇ માસ્ક


આઈ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક બટેટાને ખમણી લો અને ત્યાર પછી બટેટાના ખમણને આંખની આસપાસ લગાવો. ઓછામાં ઓછી 10 મિનિટ સુધી તેને આંખ આસપાસ રહેવા દો અને પછી ચહેરો સાફ કરી લો. આ સિવાય તમે બટેટાનો રસ કાઢી રૂને તેમાં પલાળીને તે રૂને પણ આંખ ઉપર લગાડી શકો છો. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત રાત્રે આઈ માસ્કનો ઉપયોગ કરશો તો સાત દિવસમાં જ ડાર્ક સર્કલ દૂર થઈ જશે. 


આ પણ વાંચો: Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના દર્શને જાવ તો સાથે આ 5 જગ્યાઓની મુલાકાત પણ લેજો


આઈ માસ્ક લગાડવાના ફાયદા


બટેટા ત્વચા માટે ફાયદાકારક હોય છે તેનો ઉપયોગ આઈ માસ્ક ઉપરાંત ચહેરા પર પણ કરી શકાય છે. આદુમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ ત્વચા પર જામેલી ગંદકીને સાફ કરે છે. સાથે જ ત્વચાને યુવી કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. ખાસ કરીને આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે બટેટા ખૂબ જ ફાયદાકારક છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)