Honeymoon Destination: લોકો મૂંઝવણમાં હોય છે કે ફરવા માટે કઈ જગ્યાએ જવું જોઈએ અને કઈ જગ્યાએ ન જવું જોઈએ. તમારી મૂંઝવણને ઉકેલવા અમે તમારા માટે ફરવાના સ્થળોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે જેથી તમારે ક્યાં ફરવા જવું તે નક્કિ કરવું તમારા માટે સરળ બની જશે. લગ્નની સિઝન હોય ત્યારે લોકો વિચારતા હોય છેકે, હનીમૂન પર ક્યાં જવું. હાલ લગ્નની સિઝન બસ હવે પુરી થવા પર છે એવા સમયે પણ હનીમૂન ટૂર ટોપ ડિમાન્ડમાં હોય છે. લગ્ન પછી કપલને ક્યાં ફરવા જવું તેના માટે ખૂબ વિચારવું પડતું હોય છે. અમે તમને એવી જગ્યાઓ બતાવીશું કે તમે તમારા બજેટમાં આ જગ્યાઓ પર ફરી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળ:
કેરળ દેશનું એક એવું રાજ્ય છે જેની દરેક ભારતીયએ ઓછામાં ઓછી એક વખત મુલાકાત લેવી જ જોઈએ. અહીં તમને ઘણી રાહત મળશે.


દાર્જિલિંગ:
દાર્જિલિંગને હીલ્સની રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ હીલ સ્ટેશનની ખાસ વાત એ છે કે અહીં દૂર દૂર ચાના બગીચા છે. આ સાથે દાર્જિલિંગ મસાલા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને સુંદર પહાડો, ધોધ વગેરે જોવા મળશે.


હિમાચલ:
તમે શિમલા અને મનાલી જઈ શકો છો. બંને જગ્યાઓ ખૂબ જ સુંદર છે. પરંતુ, જો તમે ભીડથી દૂર અને કંઈક નવું શોધવા માંગતા હો, તો તમે સ્પિતિ વેલી જઈ શકો છો.


કશ્મીર:
તમે કશ્મીરમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, દ્રાસમાં ફરી શકો છો. આ તમામ જગ્યાઓ ખૂબ જ સુંદર છે. શ્રીનગરમાં ડલ તળાવની મુલાકાત લઈ શકો છો.


ગોવા:
ગોવા તેના સુંદર દરિયાકિનારા, ભવ્ય હવામાન, કાજુની માદક ફેની અને અદ્ભુત નાઇટલાઇફ માટે જાણીતું છે. ગોવામાં ઘણા સુંદર અને અદભૂત બીચ છે, જેમ કે કેલાંગુટ બીચ, બાગા બીચ, અંજુના બીચ, બાગેટર બીચ, પાલોલેમ બીચ, સિંકેરિયન બીચ અને મીરામાર બીચ. આ બીચ પર તમે ફરવાનો અદ્ભુત આનંદ ઉઠાવી શકો છો.


ઉટીઃ
તમિલનાડુ રાજ્યમાં આવેલું એક એવું શહેર છે ઉઠી કે ત્યાં તમને ચારેય તરફ કુદરતી વાતાવરણ જોવા મળશે. ઉંચી ઉંચી પહાડીઓ પર આવેલાં છે બાગ બગીચાઓ અને આહલાદક વાતાવરણ વાળું આ શહેર ન્યુલી મેરિડ કપલ્સ માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટીનેશન ગણાય છે.