Honeymoon: સુહાગરાત માટે કેમ ભારતના આ પાંચ સ્થળે જવાનું સૌથી વધારે પસંદ કરે છે કપલ?
હરવા ફરવા માટે તો ભારતમાં અનેક સ્થળો છે જ્યા જાઓ તો તમને મજા પડ઼ી જાય. પણ વાત જ્યારે હનીમૂનની હોય ત્યારે તો વાત જ કંઈક અલગ હોય છે. લોકો ભારતના આ પાંચ સ્થળો પર ઉતારે છે સૌથી વધુ પસંદગી. એની પાછળ પણ છે ખાસ કારણો...જાણો
Budget Honeymoon Destination List: લોકો મૂંઝવણમાં હોય છે કે ફરવા માટે કઈ જગ્યાએ જવું જોઈએ અને કઈ જગ્યાએ ન જવું જોઈએ. તમારી મૂંઝવણને ઉકેલવા અમે તમારા માટે ફરવાના સ્થળોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે જેથી તમારે ક્યાં ફરવા જવું તે નક્કિ કરવું તમારા માટે સરળ બની જશે. લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લગ્ન પછી કપલને ક્યાં ફરવા જવું તેના માટે ખૂબ વિચારવું પડતું હોય છે. અમે તમને એવી જગ્યાઓ બતાવીશું કે તમે તમારા બજેટમાં આ જગ્યાઓ પર ફરી શકશો.
કેરળ:
કેરળ દેશનું એક એવું રાજ્ય છે જેની દરેક ભારતીયએ ઓછામાં ઓછી એક વખત મુલાકાત લેવી જ જોઈએ. અહીં તમને ઘણી રાહત મળશે.
દાર્જિલિંગ:
દાર્જિલિંગને હીલ્સની રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ હીલ સ્ટેશનની ખાસ વાત એ છે કે અહીં દૂર દૂર ચાના બગીચા છે. આ સાથે દાર્જિલિંગ મસાલા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને સુંદર પહાડો, ધોધ વગેરે જોવા મળશે.
હિમાચલ:
તમે શિમલા અને મનાલી જઈ શકો છો. બંને જગ્યાઓ ખૂબ જ સુંદર છે. પરંતુ, જો તમે ભીડથી દૂર અને કંઈક નવું શોધવા માંગતા હો, તો તમે સ્પિતિ વેલી જઈ શકો છો.
કશ્મીર:
તમે કશ્મીરમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, દ્રાસમાં ફરી શકો છો. આ તમામ જગ્યાઓ ખૂબ જ સુંદર છે. શ્રીનગરમાં ડલ તળાવની મુલાકાત લઈ શકો છો.
ગોવા:
ગોવા તેના સુંદર દરિયાકિનારા, ભવ્ય હવામાન, કાજુની માદક ફેની અને અદ્ભુત નાઇટલાઇફ માટે જાણીતું છે. ગોવામાં ઘણા સુંદર અને અદભૂત બીચ છે, જેમ કે કેલાંગુટ બીચ, બાગા બીચ, અંજુના બીચ, બાગેટર બીચ, પાલોલેમ બીચ, સિંકેરિયન બીચ અને મીરામાર બીચ. આ બીચ પર તમે ફરવાનો અદ્ભુત આનંદ ઉઠાવી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)