લગ્નની પહેલી રાતે રતિક્રિડા વેળાએ ના કરતા આવી ભૂલ, નહીં તો રીસાઈ જશે તમારી રોણી!
લગ્ન અંગે પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ અપેક્ષાઓ અને ધારણાઓ હોય છે. પોતાના આગામી દાંપત્ય જીવનને લઈને દરેક ઉત્સુક રહે છે અને શાનદાર શરૂઆત કરવા ઈચ્છતા હોય છે. આજે અમે તમને 5 એવી ભૂલ વિશે જણાવીશું જે કપલ્સે લગ્ન બાદની પ્રથમ રાતે કરવાથી બચવું જોઈએ.
નવી દિલ્લી: લગ્નનો દિવસ દરેક કપલ માટે તેની જિંદગીની સૌથી ખાસ અને રોમેન્ટિક ક્ષણમાંથી એક હોય છે. જાણીતા લેખક ડેવ મ્યૂરર કહે છે કે એક સારા લગ્ન તે નથી હોતા જ્યારે પરફેક્ટ કપલ એકસાતે આવે છે. પરંતુ તે છે જ્યારે ઈમ્પરફેક્ટ કપલ પોતાના મતભેદોનો આનંદ લેતાં શીખે છે. લગ્નને લઈને પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ અપેક્ષાઓ અને ધારણાઓ હોય છે.
પોતાના આગામી દાંપત્ય જીવન માટે દરેક ઉત્સુક રહે છે અને શાનદાર શરૂઆત કરવા ઈચ્છે છે. આજે અમે તમને 5 એવી ભૂલ વિશે જણાવીશું જે કપલ્સે લગ્ન બાદની પ્રથમ રાતે કરવાથી બચવું જોઈએ. તો ચાલો અમે તમને બતાવીશું કે વૈવાહિક જીવનની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ અને કઈ ભૂલોથી બચવું જોઈએ.
સેક્સની ઈચ્છા:
મોટાભાગની મહિલાઓ માટે લગ્નનો દિવસ બહુ થકાવી નાંખનારો હોય છે. તેમાં ભાવનાત્મક રૂપથી પણ થાક લાગે છે. છોકરીઓને બ્રાઈડલ ડ્રેસ સહિત તમામ ચિંતાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ મજાકથી અલગ, લગ્નના દિવસે વરરાજા અને નવવધૂ બંને બહુ થાકેલા હોય છે. આથી સારું એ રહેશે કે તમે લગ્નની રાત્રે સેક્સની જગ્યાએ રિકનેક્ટ થવા પર ધ્યાન આપો. એકબીજા સાથે વાતચીત કરો અને આરામ કરો.
શરીર વિશે વિચારવાનું બંધ કરી દો:
લગ્નના દિવસે તમારી બોડી વિશે બહુ વધારે ન વિચારશો. તમે પોતાની બ્રાઈડલ ડ્રેસની ફિટિંગને લઈને પરેશાન થઈ શકો છો. તે પછી પાર્ટનરની સાથે પરફેક્ટ દેખાવાની ચિંતા પણ તમને ઘેરી શકે છે. શરીર પર આટલું ધ્યાન આપવાથી માનસિક તણાવ થશે. જે આ ખાસ દિવસને બર્બાદ કરી શકે છે. જો તમે લગ્નના દિવસે ઈન્ટીમેટ થઈ રહ્યા છો તો તેની ખરાબ અસર ત્યાં પણ જોવા મળશે.
લગ્નની રાતે આવી અનેક વસ્તુ હોય છે જે ખરાબ થઈ જાય છે. તમને એલર્જી થઈ શકે છે. માથામાં દુખાવો થઈ શકે છે. ડાઈજેશનની સમસ્યા થઈ શકે છે કે તમે તેની દવા પણ ભૂલી શકો છો. આવી ઈમરજન્સી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારી સાથે મેડિકલ કિટ જરૂર રાખો. તમે કોઈ મિત્ર કે સંબંધીને તેની જાણ કરી શકો છો. જેથી જરૂરિયાત પડે તો તમને તે વસ્તુ સરળતાથી મળી જાય.
નેગેટિવ ફીડબેક ના આપશો:
વૈજ્ઞાનિક રીતે તે સાબિત થઈ ચૂક્યું છે કે સકારાત્મક વિચાર, શબ્દ અને વ્યવહાર પાર્ટનરની સાથે તમારો સંબંધ મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 470 કપલ્સ પર થયેલાં એક સર્વેના આધારે યૂનિવર્સિટી ઓફ જેનેવાના સાઈકોલોજિસ્ટ માર્સેલ જેન્ટનરે જોયું કે રોમાંસને જાળવી રાખવા માટે પર્સનાલિટીનું ખાસ કોઈ કોમ્બિનેશન હોતું નથી. આપણે તે તમામ વસ્તુનો ઉલ્લેખ કરતાં બચવું જોઈએ, જે પાર્ટનર, તેના દોસ્ત કે સંબંધીઓની ભૂલને ઉજાગર કરે છે. મનમાં સકારાત્મક વિચાર રાખો અને સુનિશ્વિત કરો કે તમારી પાસે કહેવા માટે કંઈક સારું જ હોય.
મેમરી ક્રિએટ કરવાનું ન ભૂલશો:
લગ્નના દિવસે ફોટોગ્રાફર અને સંબંધી તમારી દરેક ક્ષણને રેકોર્ડ કરે છે. આ બધી યાદ, તમારા ફોટો અને વીડિયોઝના રૂપમાં આખી ઉંમર સાચવીને રાખવાની છે. તમે કેટલીક એવી મેમરી ક્રિએટ કરી શકો છો જે હંમેશા યાદ અપાવશે કે તમે પોતાના પાર્ટનર સાથે લગ્ન કેમ કર્યા છે. આગળ જઈને જો સંબંધમાં કોઈકારણે ખટાશ આવી જાય તો આ વસ્તુ બહુ કામ આવશે.
1. લગ્નના દિવસે તમે કોઈ વૃક્ષ લગાવી શકો છો. આ વૃક્ષ તમારી યાદોને જોડીને રાખશે.
2. કાગળના કેટલાંક ટુકડા પર સિક્રેટ મેસેજ લખો અને તેની પરચી બનાવીને એક બોટલમાં બંધ કરો. આ બોટલને 10 વર્ષ પછી ખોલો અને પરચી પર એકબીજાના લખેલા મેસેજ વાંચો. તેને યાદ રાખવા માટે બોટલ પર તારીખ જરૂર લખો.
3. પોતાનું વેડિંગ ઈન્વિટેશન કાર્ડ અને લગ્ન સાથે જોડાયેલ કોઈપણ યાદગાર કાર્ડ ફ્રેમ કરાવે અને તેને પોતાના બેડરૂમની દીવાલ પર લગાવો. આવી વસ્તુને સાચવીને તમે એક મેમરી વોલ પણ બનાવી શકો છો.