How To Apply Egg On Hair: વાળ માટે ઈંડા ફાયદાકારક છે. વાળમાં ઈંડા લગાડવાથી અલગ અલગ સમસ્યા દૂર પણ થઈ શકે છે. ઈંડામાં વિટામિન ઈ, ફોલેટ અને બાયોટીન હોય છે. આ તત્વ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા જોઈએ. આજે તમને વાળમાં ઈંડા લગાડવાની પાંચ અલગ અલગ રીત વિશે જણાવીએ. જે અલગ અલગ સમસ્યામાં ઉપયોગી છે. વાળમાં ઈંડા લગાડવાથી વાળ માં ચમક આવે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. તેનાથી સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે. તો ચાલો તમને જણાવીએ વાળમાં ઈંડા કેવી રીતે લગાડી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી


ઈંડુ અને વિટામિન ઈ 


જો તમારા વાળ નીચેથી બેમૂખી થઈ ગયા હોય તો ઈંડામાં વિટામિન એ મિક્સ કરીને વાળમાં લગાડવો. એક ઈંડુ તોડી તેમાં થોડું નાળિયેરનું તેલ અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ તોડીને ઉમેરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો. 


ઈંડા અને ઓલિવ ઓઈલ 


જો વાળનો ગ્રોથ વધતો ન હોય અને વાળને લાંબા કરવા હોય તો ઈંડામાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવો. તેનાથી વાળને અંદરથી પોષણ મળશે અને વાળના મૂળ મજબૂત થશે. એક બાઉલમાં ઈંડુ તોડી તેમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરો અને પછી વાળમાં લગાવો.


આ પણ વાંચો: અરીઠાથી વાળ બનશે લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી, વાળ ધોવા આ રીતે બનાવો અરીઠાનું પાણી


ઈંડુ અને એલોવેરા માસ્ક


જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો આ માસ્ક લગાવવું. તેના માટે એક બાઉલમાં ઈંડુ તોડી તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો. તેનાથી વાળ અંદરથી મુલાયમ બને છે અને ડ્રાયનેસ દૂર થઈ જાય છે. 


ખરતા વાળ માટે 


જો વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો એક ઈંડુ ફોડી તેમાં કેળાની પેસ્ટ અને મધ ઉમેરો. આ માસ્કને વાળમાં સારી રીતે લગાવો. આ માસ્ક લગાવવાથી વાળમાં ચમક આવે છે અને ખરતા વાળ અટકે છે.


આ પણ વાંચો: Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ


ઈંડુ અને દહીં 


દહીં વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરે છે. સાથે જ તે કન્ડિશનરનું કામ પણ કરે છે. વાળમાં ડેન્ડ્રફ વધારે હોય તો ઈંડામાં ત્રણ ચમચી દહીં અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો. એક કલાક પછી વાળને શેમ્પુ કરી લો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)