નવી દિલ્હીઃ ભાગ્યશાળી હોય છે તે લોકો જેને પલંગ પર પડવાની સાથે ઊંઘ આવી જાય છે. આજકાલ લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા ખુબ વધી ગઈ છે. સારી અને ગાઢ ઊંઘ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જરૂરી છે. સૂતા પહેલા આપણી બોડી અને તેના બધા અંગો રિપેરિંગમાં લાગી જાય છે. ઊંઘથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સમજવા-વિચારવાની શક્તિ વધે છે અને મગજ શાંત તથા સ્વસ્થ રહે છે. પરંતુ સારી ઊંઘ માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. સારો પલંગ, શાંત માહોલ, નોર્મલ તાપમાન અને મગજમાં શાંતિ હોવાથી સારી ઊંઘ આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા ખુબ વધી છે. તેની પાછળ ઘણા કારણ છે. તમે કેટલીક આદતો બદલીને સારી ઊંઘ લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારી ઊંઘમાં મદદગાર છે આ આદતો
ગેઝેટ્સથી રહો દૂરઃ
આજકાલ લોકો મોબાઈલ અને ટીવી જોતા સૂવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકોને લાગે છે કે તેનાથી ઊંઘ આવી જાય છે, પરંતુ તેવું નથી. ફોન, લેપટોપ અને ટીવીની બ્લૂ લાઇટ હોર્મોન મેલેટોનિનના ઉત્પાદનમાં મુશ્કેલી ઉભી કરે છે, આ હોર્મોન આપણી ઊંઘ માટે જરૂરી છે. જો સારી ઊંઘ લેવા ઈચ્છો છો તો સૂવાના એક કલાક પહેલા ગેઝેટ્સનો ઉપયોગ બંધ કરી દો. જો ખુબ જરૂરી હોય તો બ્લૂ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરો.


સૂવા-ઉઠવાનો એક સમય સેટ કરોઃ લાઇફસ્ટાઇલ ખરાબ થવા પર લોકો ગમે તે સમયે સૂઈ અને જાગે છે. તેનાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે. આપણું શરીર સર્કેડિયમ રિધમ પર કામ કરે છે. તેમાં 24 કલાકની સાઇકલ હોય છે. અંધારા અને અજવાળાથી આ રિધમ કંટ્રોલ થાય છે. તેથી સૂવા અને જાગવાનો એક સમય નક્કી કરો. તેનાથી તમારી બાયોલોજિકલ ક્લોક પણ સેટ રહેશે. તેનાથી તમારી ઊંઘની સમસ્યા પણ દૂર થઈ જશે.


આ પણ વાંચોઃ સ્પ્લિટ એન્ડ્સથી છો પરેશાન? તો બસ લગાવો આ 5 હેર માસ્ક, જલ્દી મળશે રિઝલ્ટ


સૂતા પહેલા અપનાવો આ ટેક્નિકઃ સૂતા પહેલા રિલેક્સિંગ ફોર્મમાં જાવ જેનાથી શરીરને સૂવાનો સંકેત મળે છે. તે માટે ઊંડા શ્વાસ લો. મસલ્સને રિલેક્સ કરો અને સાથે 4, 7, 8ની ટેક્નિક અપનાવો. તેમાં તમારે નાકથી શ્વાસ લેવાનો છે, જ્યાં સુધી તમે 4 સુધી ગણતરી ન કરી લો. હવે 7 વાર ગણવા સુધી શ્વાસ રોકવાનો છે અને પછી 8 વકત ગણવા સુધી મોઢેથી શ્વાસ લેવાનો છે. તેનાથી શરીર રિલેક્સ થશે અને સારી ઊંઘ આવી જશે.


ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.