Get Rid Of Lizards: ઘરની બધી જ દિવાલ પર જો ગરોળીઓ ફરતી જોવા મળે તો કોઈને પણ ન ગમે. ગરોળી જોઈને પણ મહિલાઓ ડરી જતી હોય છે. જોઈને પણ ચીતરી ચઢી જાય તેવી ગરોળીને ઘરમાંથી ભગાડવી સરળ કામ નથી. સૌથી મુશ્કેલ બાબત એ છે કે એક વખત પાણી છાંટીને કે કઈ ઉપાય કરીને પણ તમે તેને બગાડશો તો થોડા દિવસમાં ફરીથી ગરોળી તે જગ્યાએ ફરતી જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા ચહેરા પર 10 મિનિટ લગાડો આ ફેસ પેક, સવારે ચમકી ઉઠશે તમારો ચહેરો


ખાસ કરીને રસોડામાં ફરતી ગરોળીને ભગાડવી તો દરેક વ્યક્તિને હોય છે પરંતુ તેને મારવામાં જીવ ચાલતો નથી. જો તમારા ઘરમાં પણ ગરોળીઓ અડ્ડો જમાવીને ફરતી હોય છે અને તમારે તેને માર્યા વિના ઘરમાંથી બહાર કાઢવી છે તો આજે તમને એવા ઘરેલુ ઉપાય જણાવીએ જે તમારા ઘરમાંથી ગરોળીઓને ભગાડી દેશે. આ ઘરેલુ ઉપાય કર્યા પછી રસોડામાં, બેડરુમમાં કે બાથરૂમ ક્યાંય પણ ગરોળી જોવા નહીં મળે.


ગરોળી ભગાડવાના ઘરેલુ ઉપાય


આ પણ વાંચો: આ બે પાનથી ઘરે તૈયાર કરો ખાસ ઉબટન, ફ્રીમાં મળશે પાર્લરમાં ફેશિયલ કરાવ્યા જેવો ગ્લો


1. સામાન્ય રીતે ઘરમાં ગરોળી ઝીણા ઝીણા જીવજંતુને ખાવા માટે ઘુસે છે આ સિવાય ઘરનું તાપમાન પણ ગરોળીને આકર્ષિત કરે છે. જે જગ્યાએ વધારે ભેજ રહેતો હોય તે જગ્યાએ ગરોળી વધારે જોવા મળશે. તેથી જે જગ્યાએ જીવજંતુ એકઠા થતા હોય અથવા તો પાણી એકઠું થતું હોય ત્યાં સાફ-સફાઈ રાખો. 


2. ગરોળી લસણની સુગંધ સહન કરી શકતી નથી. તેને ભગાડવી હોય તો એક કપ પાણીમાં ચારથી પાંચ લસણની પેસ્ટ કરી ઉમેરી તેને સ્પ્રે બોટલમાં ભરીને આ મિશ્રણને ગરોળી આવતી હોય તે જગ્યા પર છાંટી દેશો તો ગરોળી ત્યાંથી ભાગી જશે.


આ પણ વાંચો: Skin Care: 40 વર્ષની ઉંમરે ત્વચાને યુવાન રાખવા કરો આ કામ, લોકો પુછશે બ્યુટી સીક્રેટ


3. ઈંડાના છોતરા પણ ગરોળીને ભગાડવા માટે અસરકારક છે. જો તમે ઈંડા ખાવ છો અને ઘરમાં ઈંડાના છોતરા છે તો તેને વાટીને પાવડર બનાવી લો અને પછી એ બધી જગ્યાએ થોડો થોડો પાવડર રાખી દો જ્યાં ગરોળી ફરતી જોવા મળતી હોય. 


4. કાળા મરીનું પાણી પણ ગરોળીને ભગાડી શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં કાળા મરીનો પાવડર ઉમેરો અને પછી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને દિવાલ પર છાંટી દો. તમે કાળા મરીને બદલે ચીલી ફ્લેક્સનો ઉપયોગ પણ કરી શકો છો. 


આ પણ વાંચો: Fitness Tips: ઘરના આ 4 કામ કરી લેશો જાતે તો વજન કંટ્રોલ કરવા વર્કઆઉટની જરૂર નહીં પડે


5. કોફી પાવડર પણ ગરોળીને તુરંત ભગાડશે. તેના માટે થોડી તમાકુમાં કોફી પાવડર મિક્સ કરી નાના નાના બોલ બનાવી લો. હવે આ બોલને ગરોળી આવતી હોય તે કેબિનેટ અને ખૂણાઓમાં મૂકી દો. જ્યાં સુધી આ બોલ તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી ગરોળી આસપાસ પણ નહીં ફરકે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)