How To Increase Sperm Count: પુરૂષોએ યુવાવસ્થામાં ઘણી જવાબદારી ઉઠાવવી પડે છે અને નોકરીના પ્રેશરમાં તે હંમેશા પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકતા નથી. લગ્ન બાદ દરેક પુરૂષની ઈચ્છા હોય છે કે તે પિતા બને, પરંતુ ઘણીવાર નબળી ફર્ટિલિટીને કારણે તેણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવો જાણીએ મેલ ફર્ટિલિટી અને સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ક્યા ત્રણ 3 ફૂડ્સ ખાઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલ ફર્ટિલિટી સારી બનાવનારા ફૂડ્સ
1. માછલી

અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્પર્મની મોબિલિટીનું કનેક્શન માછલીના સેવનથી છે. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા ભરપૂર હોય છે. જે પુરૂષોના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. માછલીઓ ખાવાથી મેલ ફર્ટિલિટી સારી થઈ શકે છે. 


2. ફળ-શાકભાજી
ભારતમાં ઓયલી ફૂડ ખાવાનું ચલણ ખુબ વધુ છે, જેનાથી ઓલઓવર હેલ્થ પર ખુબ ખરાબ અસર પડે છે. તેથી પુરૂષોએ પોતાનું સ્વાસ્થ્ય સારૂ કરવા માટે તાજા ફળ અને શાકભાજી ખાવા જોઈએ. તેનાથી સ્પર્મ કંસ્ટ્રેશન વધશે અને પુરૂષની ફર્ટિલિટીમાં વધારો થશે. 


આ પણ વાંચોઃ શુગરના દર્દીઓ માટે ચમત્કારિક છે આ સસ્તું શાક, ડાયાબિટીસમાં મળશે જોરદાર રાહત


3. અખરોટ
અખરોટને એક શાનદાર ડ્રાઈ ફ્રૂટ્સ માનવામાં આવે છે, જેને કોલેસ્ટ્રોલ ઘટાડવા, મોટાપો ઘટાડવા અને હાર્ટના સ્વાસ્થ્ય માટે ખાઈ શકાય છે. પરંતુ ઘણા લોકો આ વાતથી વાકેફ છે કે અખરોટની મદદથી સ્પર્મની જીવન શક્તિ વધારી શકાય છે. તેથી પુરૂષો તેને ડાઇટમાં સામેલ કરી શકે છે. 


(Disclaimer: સામાન્ય માહિતીને આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube