Skin Care: ત્વચાની સંભાળ માટે ઘરે બનાવો માખણનું મોઈશ્ચરાઈઝર, જાણો બનાવવાની રીત અને લાભ વિશે
Skin Care: શિયાળામાં ત્વચા પર ડ્રાયનેસ વધે તેનું કારણ હોય છે ત્વચામાં મોઈશ્ચરની ખામી હોય છે. જો તમે આ કમીને દૂર કરશો તો તમારી ત્વચા શિયાળામાં પણ સુંદર દેખાશે. શિયાળામાં ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે તમે માખણનો ઉપયોગ સ્કીન કેર રૂટિનમાં કરી શકો છો.
Skin Care: શિયાળામાં ત્વચા પર ડ્રાઇનેસ વધી જાય છે. આ ડ્રાઈનેસને દૂર કરતા ઘણા બધા પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે પરંતુ તમે આ બધા કેમિકલ યુક્ત પ્રોડક્ટને બદલે કેટલાક ઘરગથ્થુ ઉપચારની મદદથી પણ ત્વચાની ડ્રાઇનેસ ને દૂર કરી શકો છો. શિયાળામાં ત્વચા પર ડ્રાયનેસ વધે તેનું કારણ હોય છે ત્વચામાં મોઈશ્ચરની ખામી હોય છે. જો તમે આ કમીને દૂર કરશો તો તમારી ત્વચા શિયાળામાં પણ સુંદર દેખાશે. શિયાળામાં ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે તમે માખણનો ઉપયોગ સ્કીન કેર રૂટિનમાં કરી શકો છો.
આ પણ વાંચો: Coconut Milk: શિયાળામાં સુંદર અને સોફ્ટ ત્વચા મેળવવા નાળિયેર દૂધનો આ રીતે કરો ઉપયોગ
ઘરે દૂધની મલાઈમાંથી બનાવેલું માખણ તમારી ત્વચાની સુંદરતાને વધારી શકે છે. તેના માટે માખણનું મોઈશ્ચરાઈઝર બનાવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 4 દિવસ સુધી રોજ દૂધની મલાઈને એક બાઉલમાં અલગ રાખો. મલાઈ એકત્ર થાય એટલે તેમાં ઠંડુ પાણી ઉમેરી મિક્સરમાં તેને બ્લેન્ડ કરો. આમ કરવાથી માખણ અલગ થઈ જશે. તૈયાર કરેલા માખણને પાણી ભરેલા બાઉલમાં કાઢો અને ત્યાર પછી પાણીને ગાળી માખણને અલગ કરી લો.
આ પણ વાંચો:Hair Gel: વાળને ખરતાં અટકાવી ઝડપથી લાંબા કરવા હોય તો ટ્રાય કરો અળસીનું હેર જેલ
હવે આ માખણને એક બાઉલમાં કાઢો અને તેમાં થોડું ઓલિવ ઓઇલ અથવા તો મધ ઉમેરો. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખો. હવે રોજ રાતે સુતા પહેલા આ મિશ્રણને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. જો તમારી ત્વચા વધારે ડ્રાય હોય તો રાત આખી તમે આ પેસ્ટને ચહેરા પર રાખી શકો છો.
આ પણ વાંચો:Hair Growth: શું ખરેખર વાળના ગ્રોથ માટે ડુંગળીનો રસ અસરકારક છે ? જાણો શું છે સત્ય
માખણનું આ મિશ્રણ ચહેરા પર લગાડવાથી ત્વચા અંદરથી હાઇડ્રેટ રહે છે. સાથે જ ત્વચાને જરૂરી પોષણ મળે છે અને ત્વચાની કોશિકાઓ સ્વસ્થ રહે છે જેના કારણે ત્વચા ડ્રાય થતી નથી અને તેના પર વધતી કરચલીઓ પણ ઓછી થવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)