Facial Hair Removal Mask: દરેક વ્યક્તિને સુંદર ત્વચાની ઈચ્છા હોય છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેમના માટે ચેહરા પરના અણગમતા વાળ ગ્રહણ સમાન હોય છે. ચહેરા પરના અણગમતા વાળ સુંદરતા ઘટાડે છે. ચહેરા પરના વાળથી મુક્તિ મેળવવા માટે મોટાભાગે યુવતીઓ બ્લીચ, ટ્રેડિંગ કે વેક્સિંગ કરાવે છે. પરંતુ આ બધી જ રીતમાં તકલીફ પણ સહન કરવી પડે છે. આ ઉપરાંત વારંવાર તેને કરવાથી ચહેરો ખરાબ પણ થઈ શકે છે. ચહેરા પરના આ અણગમતા વાળને દૂર કરવા માટે તમે ઘરે હેર રિમૂવવલ માસ્ક તૈયાર કરી શકો છો. આ માસ્કનો ઉપયોગ ચહેરા પર કરવાથી ફેશિયલ હેરથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે ઘરે કેવી રીતે હેર રિમૂવલ માસ્ક તૈયાર કરવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Korean glow: કોરિયન ગ્લો મેળવવા ચહેરા પર આ રીતે લગાવો ઓરેન્જ


Beauty Tips: રાત્રે સૂતા પહેલા કરી લો આ એક કામ, 7 જ દિવસમાં ત્વચાની વધી જશે રંગત


Lemon And Salt: લીંબુ અને મીઠાનો ચહેરા પર આ રીતે કરો ઉપયોગ, 2 દિવસમાં ચમકી જશે ત્વચા


એક ચમચી લોટ
એક ચમચી હળદર
એક ચમચી ખાંડ
ગુલાબ જળ જરૂર અનુસાર


સૌથી પહેલા એક બાઉલમાં લોટ અને હળદરને મિક્સ કરો. તેમાં અડધી ચમચી ગુલાબજળ ઉમેરી બધી જ વસ્તુની પેસ્ટ તૈયાર કરો. છેલ્લે તેમાં ખાંડ ઉમેરો. તૈયાર છે હેર રિમૂવલ માસ્ક


તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ચહેરાને સાફ કરી લો. હવે તૈયાર કરેલા માસ્ક ને દાઢી, ફોર હેડ અને અપર લિપ્સ પર લગાડો. આ માસ્ક ને બરાબર રીતે સુકાવા દો. માસ્ક સુકાઈ જાય પછી તેને મસાજ કરો અને ધીરે ધીરે કાઢો. માસ્ક કાઢ્યા પછી મોસ્ચ્યુરાઇઝર ક્રીમ લગાડી લેવું. અઠવાડિયામાં ત્રણ વખત આ માસ્કનો ઉપયોગ કરશો તો ધીરે ધીરે ચહેરા પરથી વાળ દૂર થઈ જશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)