Chutney Recipe: ભોજની સાથે અને ખાસ કરીને ફરસાણની સાથે ચટાકેદાર ચટણી દરેકને ભાવે છે. ચટપટી ચટણી ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે. આમ તો તમે ઘણા પ્રકારની ચટણી ખાધી હશે, પરંતુ આજે તમને ખાસ ઓલ ઈન વન ચટણી બનાવવાની ખૂબ જ સરળ રીત વિશે જણાવીએ. આ ચટણી ઢોકળા સાથે ખૂબ જ મસ્ત લાગે છે પણ તમે તેને ખાંડવી, થેપલા, ગાંઠીયા કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકો છો. આ ચટણી તમારા નાસ્તાનો સ્વાદ ચાર ગણો વધારી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચટણી માટેની સામગ્રી


આ પણ વાંચો: રોજ સવારે નખને ઘસવાથી વાળ ખરવાનું થશે બંધ અને સાથે જ થશે આ ચમત્કારિક ફાયદા


ઢોકળા - 4 
તાજી કોથમીર - 1/2 કપ 
લીલું મરચું - 1 
લસણની કળી- 2 
આદુ- 1/2 ઇંચનો ટુકડો
દહીં- 1 ચમચી 
સ્વાદ મુજબ મીઠું
પાણી જરૂર મુજબ
ખાંડ- 1 ચમચી


આ રીતે તૈયાર કરો ચટણી 


આ પણ વાંચો: એલોવેરા જેલ અને હળદર.. બસ આ બે વસ્તુ એકેએક સફેદ વાળને મૂળમાંથી કરી નાખશે કાળા


- કોથમીરને સારી રીતે ધોઈને સાફ કરી લો.  
- હવે એક મિક્સર જારમાં ધાણા, લીલા મરચાં, આદુ, લસણ અને દહીં ઉમેરો.
- આ બધી સામગ્રી સાથે ઢોકળા મિક્સર જારમાં ઉમેરો.
- તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી ખાંડ પણ ઉમેરો.
- હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને ચટણીને પીસી લો.
- આ ચટણીને વધારે પાતળી ન રાખવી. આ ચટણીમાં તાજા ફુદીના પાન પણ ઉમેરી શકો છો.