Remove Facial Hair Naturally: મહિલાઓ માટે ચહેરા પર વધતા વાળ સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે. કારણ કે તેનાથી ચહેરો સ્મૂધ નથી દેખાતો અને મેકઅપ કરો ત્યારે પણ ચહેરાના વાળના કારણે ટેક્સચર અલગ દેખાય છે જેને કારણે સુંદરતા ફીકી પડી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરા પરના વાળથી મુક્તિ મેળવવા માટે મહિલાઓ થોડા થોડા સમયે થ્રેડિંગ અને વેક્સ પણ કરાવતી હોય છે. કેટલીક મહિલાઓ લેસર ટ્રીટમેન્ટ દ્વારા પણ ચહેરાની રુંવાટી દૂર કરાવતી હોય છે. પરંતુ તેમાં ખર્ચો વધારે થાય છે અને કેટલાક લોકોને તેની આડ અસર પણ થતી હોય છે. જો તમારે આ ઝંઝટમાં પડવું ન હોય અને ચહેરાના વાળને દૂર કરવા હોય તો કેટલાક અસરકારક ઘરેલુ નુસખા આજે તમને જણાવીએ. આ ઘરેલુ નુસખાની મદદથી તમે સરળતાથી ચહેરાની રુંવાટીને હટાવી શકો છો. જો આ ઘરેલુ નુસખાને નિયમિત ટ્રાય કરશો તો વાળનો ગ્રોથ પણ ધીરે ધીરે ઘટી જશે. 


આ પણ વાંચો: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો


ચેહરાની રુંવાટીને દૂર કરવાના ઉપાય 


1. સૌથી પહેલા એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ, એક ચમચી ઓટ્સનો પાવડર, એક ચમચી દહીં સારી રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાડો. ત્યાર પછી હળવા હાથે સ્ક્રબ કરતા કરતા પેસ્ટને સાફ કરો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. 


2. એક વાટકીમાં બે ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. જ્યારે તેમાંથી ઘટ્ટ પેસ્ટ બની જાય તો આ પેસ્ટને ચહેરા પર લગાડો અને 15 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી ચેહરા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ઉપાય થી ચેહરાની રુંવાટી દૂર પણ થાય છે અને ત્વચા પર ગ્લો આવે છે. 


આ પણ વાંચો: દિવસમાં આ 2 કલાક દરમિયાન ઝડપથી ઘટે છે વજન, જાણો ત્યારે શું ખાવું અને શું નહીં..


3. એક બાઉલમાં પપૈયાની પેસ્ટ લઈ તેમાં એક ચપટી હળદર મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. 


4. ઈંડાના સફેદ ભાગથી પણ ચહેરાની રુંવાટીને દૂર કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ લઈ તેમાં એક ચમચી કોર્નસ્ટાર્ચ, અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. જ્યારે પેસ્ટ બરાબર સુકાઈ જાય તો ધીરે ધીરે ચહેરા પરથી તેને કાઢી લો. આ પેસ્ટની સાથે ચહેરાની રુંવાટી પણ નીકળી જશે. 


આ પણ વાંચો: Smelly Clothes: વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે ગંદી વાસ, ટ્રાય કરો આ 5 ટ્રીક્સ


5. દળેલી મસુરની દાળમાં, હળદર અને દહીં ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવી 15 મિનિટ સુધી સુકાવા દો. પેસ્ટ જ્યારે સુકાઈ જાય તો હળવા હાથે સ્ક્રબ કરી પેસ્ટને દૂર કરો અને પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. નિયમિત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે ચહેરાની રુંવાટી મૂળમાંથી નીકળી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)