Set Curd In 15 Minutes: દરેક ઘરમાં દહીંનો ઉપયોગ રોજ થાય છે. ગૃહિણીઓ નિયમિત રીતે રાત્રે દૂધમાં મેરવણ ઉમેરી દહીં જમાવવા માટે રાખે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે કામની દોડધામમાં રાત્રે દહીં જમાવવાનું ભૂલી જવાય. પરંતુ દહીં રોજની જરૂરિયાતની વસ્તુ છે તેનાથી છાશ, રાયતું, કઢી જેવી વાનગીઓ બને છે તેથી ઘરમાં દહીં ન જામે તો બજારમાંથી પણ લાવવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આજ પછી તમે રાત્રે દહીં જમાવવાનું ભૂલી જશો તો બજારમાંથી લાવવું નહીં પડે. આજે તમને એવી ટ્રિક જણાવીએ જેની મદદથી તમે 15 થી 20 મિનિટમાં જ દહીં જમાવી શકો છો. જો રાત્રે તમે દહીં જમાવવાનું ભૂલી ગયા હોય તો સવારે આ ટ્રીક અજમાવી તમે ગણતરીની મિનિટોમાં જ ફ્રેશ દહીં તૈયાર કરી શકો છો. તો ચાલો તમે પણ જાણી લો ફટાફટ દહીં જમાવવાની રીત. 


આ પણ વાંચો:


જો ઘરમાં રાખશો આ 4 માંથી કોઈ એક વસ્તુ તો બીમારી ફેલાવતા મચ્છર નહીં ફરકે તમારા ઘરમાં


Onion Odour: કાચી ડુંગળી ખાધા બાદ કરી લેશો આ કામ તો મોંમાંથી નહીં આવે વાસ


પેટ અને કમર પર વધેલી ચરબીને 15 દિવસમાં ઓગાળી દેશે આ પાણી, જાણો ઉપયોગ કરવાની રીત


દહીં જમાવવા માટેની સામગ્રી


2 કપ ફુલ ફેટ દૂધ
દોઢ ચમચી દહીં
ચાર કપ ઉકળતું પાણી


દહીં જમાવવાની રીત


1. સૌથી પહેલા એક વાસણમાં ફુલ ફેટ મિલ્ક ગરમ કરવા. દૂધ ઊકળી જાય પછી તે હૂંફાળું થાય ત્યાં સુધી ઠંડુ કરો.


2. દૂધ હુંફાળું ગરમ હોય ત્યારે તેને માટીના વાસણમાં અથવા તો દહીં જમાવવું હોય તે વાસણમાં કાઢો. ત્યાર પછી તેમાં દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરો. 


3. હવે એક પ્રેશર કુકરમાં ચાર કપ ઉકળતું પાણી ભરી અને તેમાં એક સ્ટેન્ડ મૂકો. આ સ્ટેન્ડ ની ઉપર દહીંનું વાસણ મૂકી દો.


4. દહીંના વાસણ ઉપર ઢાંકણું ઢાંકી દો અને પછી પ્રેશર કુકરને પણ બંધ કરીને  અલગ રાખી દો. 


5. કુકર ઠંડું થઈ જાય પછી તમે તેને ખોલશો તો દહીં જમીને તૈયાર થઈ ગયું હશે.