Valentine Week - Hug Day: જાણો `જાદૂ કી જપ્પી` ના જબરદસ્ત ફાયદા, આવી રીતે કરો પાર્ટનરને Hug
એક જાદૂની ઝપ્પી ખરેખર જાદૂ કરી શકે છે. હગ ડે કપલ્સની વચ્ચે પ્રેમના એ પરિમાણને સ્પર્શ કરે છે, જે તેમના બૉન્ડને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ રોમાન્સને જાળવી રાખવામાં મદદ કરે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વેલેન્ટાઈન્સ વીકમાં આવતો દરેક દિવસ ખાસ હોય છે. 12 ફેબ્રુઆરીએ આ જ સિલસિલામાં હગ ડે (Hug Day 2021) મનાવવામાં આવે છે. આ એકબીજાને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. એક જાદૂની ઝપ્પી ખરેખર જાદૂ કરી શકે છે. હગ ડે (Hug Day) કપલ્સની વચ્ચે પ્રેમના એ પરિમાણને સ્પર્શ કરે છે, જે તેમના બૉન્ડને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ રોમાન્સને જાળવી રાખવામાં મદદ કરે છે. કોઈને ગળે લગાવવાના સાયન્ટિફિકલી પણ એટલા જ ફાયદા છે, એટલે જ હગ ડે સ્પેશિયલ છે. જો તમે એકવાર હગ કરવાના ફાયદા જાણી લેશો તો પાર્ટનરને રોજ હગ કરશો.
સંબંધોમાં નવી જાન લાવે છે જાદૂ ની જપ્પી
જ્યારે આપણે કોઈને ગળે લગાવીએ છે, તો આપણા શરીરમાં અનેક હૉર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જેને ગુડ હોર્મોન્સ કહેવામાં આવે છે. આવા હોર્મોન્સથી આપણને ખુશી મળે છે. સાથે જ તમારા પ્રિય પાત્ર સુધી તમારા દિલની ધડકન અને વાત પહોંચી જાય છે. સાથે જે ઉષ્મા મળે છે તે સંબંધોનો મજબૂત બનાવે છે.
ગળે મળવાથી મતભેદ જ નહીં બીમારીઓ રહેશે દૂર
સાયન્સના અનુસાર જાદૂની જપ્પી આપવાની સ્ટ્રેસ પણ ઓછો થાય છે. જો કોઈની સાથે મતભેદ હોય તો, તમે ગળે મળીને ફરિયાદો દૂર કરી શકો છો. એટલું જ નહીં જ્યારે પણ આપણે કોઈ યાર-દોસ્તને લાંબા સમય બાદ મળીએ છીએ ત્યારે પણ આપણે તેને ગળે લગાવીએ છે. કોઈને ગળે લગાવવાથી વધુ સુખદાયક અને સંતોષજનક કાંઈ જ નથી. કોઈને 20 સેકંડથી વધુ સમય સુધી ગળે લગાવવાથી મગજ અને શરીરમાં ફિલ ગુડ ફેક્ટર પ્રભાવ પડે છે અને અમે ખુશીની સાથે સ્વસ્થ મહેસૂસ કરીએ છે.
આવી રીતે ભેટીને વ્યક્ત કરો ભાવના
જો તમે તમારા પ્રેમી અને જીવનસાથી સાથે છો અને તમારી પાસે પ્રાઈવેટ સ્પેશ છે, તો કસીને તેમને ભેટી લો. થોડીક મિનિટો આ નિકટતાનો આનંદ લો. જો તમે સાર્વજનિક જગ્યા છે તો કેટલીક સેકંડ સુધી હગ કરીને તમારી ભાવનાને વ્યક્ત કરી શકો છો. જો તમે તમારા ખાસ મિત્રને હગ કરી રહ્યો છો તો, નાનકડી હળવી જપ્પી આપી શકો છો. મિત્રોને હગ કરવા ઈચ્છો છો, તો સાઈડ હગ કરો. જેથી તે વધુ આત્મીય નહીં લાગે પરંતુ તમારી મિત્રતાનો સંદેશ પહોંચી જશે. જો તમે તમારા દૂરના મિત્ર કે પરિવારના કેટલાક ખાસ લોકોને હગ કરવા માંગો છો તો એક ફૉર્મલ એવું સાઈડ હગ કરી શકો છો. જેમાં તમારા ખભા એકબીજાને ટચ થાય.
નવા સંબંધોમાં લાવે છે કમ્ફર્ટ
જો તમારા સંબંધો નવા-નવા છે અને એકબીજા સાથે કમ્ફર્ટેબલ થવાનો પ્રયાસ કરી રહ્યો છો તો, ગળે મળવાથી તમે શરૂઆત કરી શકો છો. હગ ડે (Hug Day) એક સ્ટેપ છે પોતાના પ્રેમને ધીરે-ધીરે આગળ વધારવાનો. એવા કપલ જે રિલેશનશિપના શરૂઆતના તબક્કામાં છે તેમને ઘણીવાર ફિઝિકલ ઑક્વર્ડનેસ ફીલ થાય છે. પ્રેમાળ જપ્પી તમારા વચ્ચેના અંતરને ઓગાળવામાં મદદ કરશે. આમ, હગ એ એક ચેષ્ટા માત્ર નથી, સંવેદના વ્યક્ત કરવાનું સબળ માધ્યમ છે. તો આ હગ ડે (Hug Day) પર તમારા પાર્ટનરને આપો ટાઈટ હગ અને સંબંધોને આપો નવું બળ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube