Hug Day 2023: હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકના ભાગરૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે, તમે જેને પ્રેમ કરો છો તે તમારા પ્રિયજનને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરી શકો છો. કોઈને ગળે લગાવવું એટલે દિલથી હાથ મિલાવવા બરાબર છે. આમ કરવાથી, અમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કર્યા વગર તમારી આખી વાત કહી શકો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ?
હગ ડે એ લોકો માટે ખાસ દિવસ છે જે લોકો સ્પર્શ કરીને તેમના પ્રેમને વ્યક્ત કરવામાં માને છે. આપણા જીવનમાં લોકોને ગળે લગાવવાના મહત્વની યાદ અપાવવાનો દિવસ છે. હગ કરવુ એ પ્રેમ જતાવવાની એક શક્તિશાળી રીત છે.  જે શારીરિક અને ભાવનાત્મક લાગણીઓને પણ વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે ઉજવશો હગ ડે?
આજે જ્યારે લોકો ખુબ વ્યસ્ત છે. ટેન્શનમાં છે, ડિપ્રેશનનો શિકાર બનેલા છે તેવામાં તમારા પ્રિયજનો માટે પ્રેમ અને લાગણી દર્શાવવા માટે સમય કાઢવો જરૂરી છે. હગ ડે પર આવુ કરવાની સંપૂર્ણ તક છે. હગ ડે ઉજવવાની કોઈ સાચી કે ખોટી રીત નથી. મહત્વની બાબત એ છે કે જે લોકો તમારા માટે મહત્વના છે. તેમને પ્રેમ અને લાગણી દર્શાવવા માટે તમારે સમય કાઢવો જોઈએ.


હગ કરવાની અલગ અલગ રીત-
1. ધ બિયર હગ-
તમે તમારા પાર્ટનરને એક રીંછની જેમ પકડીને પ્રેમ દર્શાવી શકો છો. આનાથી એકબીજા માટે વિશ્વાસ, અંતરંગતા અને સુરક્ષાના સંકેત મળે છે. 


2. પાછળથી હગ કરવું-
તમે તમારા પાર્ટનરને પાછળથી ટાઈટ હગ કરી શકો છો. આ રીતે ગળે લગાવવાનો અર્થ એ છે કે જીવનસાથી પ્રેમની ભાષાથી બીજાને કહે છે કે તેઓ જીવનમાં તેમના રક્ષક તરીકે કામ કરે છે.


3. ફ્રેન્ડ્લી હગ કરવું-
આ હગ સૌથી સુરક્ષિત હગ છે. જે તમે તમારા પરિવાર અને મિત્રોને કરી શકો છો. પીઠ પર હળવેથી થપથપાવીને હગ કરવું એ ખુબ સારી રીત છે. તમે તે વ્યક્તિ માટે હાજર છો અને તેની કાળજી રાખો છો તેનો સંકેત છે. 


4. સાઈડ હગ-
સાઈડ હગ એ છે જ્યારે બે વ્યક્તિ એકબીજાને કમર અથવા અન્ય વ્યક્તિના ખભાની આસપાસ તેમના હાથથી હગ કરતા હોય છે. આ હગ મિત્રો અથવા પરિચિતોમાં સામાન્ય છે કારણ કે તે ખુબ નજીકના ના હોય તેવા લોકો માટે વધુ સુલભ અને યોગ્ય છે.


5. કમર પકડીને હગ કરવું-
આ પ્રકારના હગમાં બંને પાર્ટનરના હાથ એકબીજાની કમરની આસપાસ લપેટે છે. આ એક રોમેન્ટિક હગ છે જે દર્શાવે છે કે તમને કેટલો પ્રેમ અને લાગણી છે.


6. આંખોથી સંપર્ક કરવો-
ચોક્કસપણે આ હગ શ્રેષ્ઠ પ્રકારોનું માનવામાં આવે છે. જે તમને તમારા સંબંધના ભૌતિક પાસાઓથી આગળ વધવાની મંજુરી આપે છે.