Skin Care: ચહેરા પર પડેલી કરચલીઓને દુર કરી શકે છે બરફ, જાણો ઉપયોગ કરવાની રીત
Skin Care: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બરફનો ઉપયોગ ઉનાળા દરમિયાન જ કરી શકાય છે પરંતુ તેવું નથી ચહેરા પર તમે બરફનો ઉપયોગ કોઈપણ ઋતુમાં કરી શકો છો. આઈસીંગ ટ્રીટમેન્ટથી ચેહરા પર પડતી કરચલીઓને ઘટાડી શકાય છે. આઈસીંગ ટ્રીટમેન્ટથી સ્કીન ટાઈટ થાય છે
Skin Care: યુવતીઓ વધતી ઉંમરે ત્વચા સુંદર અને યુવાન દેખાય તે માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. બ્યુટી પ્રોડક્ટના ઉપયોગથી લઈને નિયમિત પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવાનો ખર્ચો પણ મહિલાઓ કરતી હોય છે. પરંતુ આ કામ તમે કોઈપણ પ્રકારના ખર્ચ કર્યા વિના પણ કરી શકો છો. ચહેરા માટે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટનું કામ બરફ કરી શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બરફનો ઉપયોગ ઉનાળા દરમિયાન જ કરી શકાય છે પરંતુ તેવું નથી ચહેરા પર તમે બરફનો ઉપયોગ કોઈપણ ઋતુમાં કરી શકો છો. આઈસીંગ ટ્રીટમેન્ટથી ચેહરા પર પડતી કરચલીઓને ઘટાડી શકાય છે. આઈસીંગ ટ્રીટમેન્ટથી સ્કીન ટાઈટ થાય છે અને ચહેરા પરની રેડનેસ પણ ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો: Til Ladoo Recipe: આ માપ અને રીતથી ઘરે બનાવશો તલના લાડુ તો બનશે એકદમ ક્રિસ્પી
ફેસ આઈસીંગ એક એવી થેરાપી છે જેને તમે ઘરે પણ લઈ શકો છો. સામાન્ય ભાષામાં કહીએ તો તેમાં તમારે ચહેરા પર બરફથી મસાજ કરવાની છે જેનાથી ત્વચા શાંત થાય છે અને તેની રંગત સુધરે છે. આઈસીંગ ટ્રીટમેન્ટ કરવાથી ચહેરા પર કરચલીઓ ઓછી થાય છે. તો ચાલો તમને જણાવીએ ચેહરા પર આઈસીંગ કરવાથી અન્ય કેટલા ફાયદા થાય છે.
પોર્સ ઓછા થાય છે
ત્વચા પર બરફ લગાડવાથી ઓપન પોર્સ ઓછા થાય છે. ચહેરા પર પોર્સ જો વધારે હોય તો વૃદ્ધત્વ દેખાય છે. બરફથી ચહેરા પર મસાજ કરશો તો ત્વચા મુલાયમ અને યુવાન દેખાવા લાગશે.
આ પણ વાંચો: 2 વસ્તુના ઉપયોગથી ઘરે બનાવો સ્ક્રબ, 5 મિનિટમાં ડેડ સ્કિન થશે દુર અને ખીલી જશે ત્વચા
સ્કીન થશે ટાઈટ
ચહેરા પર બરફ લગાડવાથી સ્કીન ટાઈટ થાય છે અને કરચલીઓ તેમજ ફાઇનલ લાઈન્સ ઓછી થાય છે. બરફ ત્વચાને ઠંડક આપે છે. તેનાથી ડેમેજ સ્કીન ઝડપથી રીપેર થાય છે.
ઓઇલ ઓછું થાય છે
જે લોકોની સ્કિન ઓઈલી હોય છે તેમના માટે આઈસીંગ વરદાન સમાન છે. બરફના ટુકડા ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઓઇલ ઓછું થાય છે અને ખીલ તેમજ બ્લેક હેડ્સની સમસ્યા પણ થતી નથી.
આ પણ વાંચો: Beach Destinations: આ છે ગુજરાતના સૌથી સાફ બીચ, અહીં ફરવા માટે શિયાળો છે બેસ્ટ ઋતુ
ઇન્સ્ટન્ટ ગ્લો
બરફ એક કુદરતી એક્સફોલિએટર છે. તેને લગાડવાથી તુરંત જ રીઝલ્ટ જોવા મળે છે. જો તમારે ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવો હોય તો દૂધને બરફની જેમ જમાવી તેનાથી ચહેરા પર મસાજ કરો તેનાથી 10 જ મિનિટમાં સ્કિન પર ગ્લો વધી જશે અને ડેડ સ્કિન પણ દૂર થઈ જશે.
મેકઅપ દેખાશે વધુ સુંદર
ચહેરા પર મેકઅપ કરતા પહેલા બરફથી મસાજ કરી લેવી જોઈએ. તેનાથી મેકઅપ લાંબો સમય સુધી રહે છે અને મેકઅપ વધારે સુંદર દેખાય છે.
આ પણ વાંચો: શરીરની ચરબી ફટાફટ ઓગાળશે બાદિયાન, 30 દિવસમાં થઈ જશો સ્લીમ, જાણો ઉપયોગ કરવાની રીત
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)