Hair Care: 50 વર્ષની વયે વાળ સફેદ થવા સામાન્ય બાબત છે. પરંતુ જો 30 વર્ષની વયે યુવાનો આ સમસ્યાનો સામનો કરવો પડે તો તે ચિંતાનો વિષય બની જાય છે. નાની ઉંમરમાં સફેદ થતાં વાળને છુપાવવા શરુઆતમાં વાળને ખેંચી કાઢવામાં આવે છે અને પછી સફેદ વાળની સંખ્યા વધે એટલે વાળને કલર કરવાનું શરુ થઈ જાય છે. ઘણા યુવાનો વાળને કાળા કરવા માટે હેર ડાઈ અથવા તો કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તે કાયમી ઉકેલ આપતા નથી. ઘણીવાર તેનાથી નુકસાન પણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કારણ બિનઆરોગ્યપ્રદ આહાર હોય છે. વાળને યોગ્ય પોષણ મળતું નથી ત્યારે વાળમાં સફેદી આવવા લાગે છે. આ સિવાય આહારમાંથી તીખી, ખાટી વસ્તુઓ પણ ઓછી કરી દેવી જોઈએ. આ સિવાય વાળ સફેદ થવાનું મુખ્ય કારણ વધુ પડતું ટેન્શન અને અપુરતી ઊંઘ હોય છે. જો નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ ન લેવામાં આવે તો તેનાથી સફેદ વાળની સમસ્યા થાય છે. 


આ પણ વાંચો:


આ રીતે ફ્રિજમાં રાખેલી રોટલીની કણક કાળી પણ નહીં પડે અને પોચા રૂ જેવા ફુલકા બનશે


Gujarat Tour: માત્ર 15,000 માં ગુજરાત ફરવાની તક, દર શુક્રવારે અહીંથી ઉપડશે ખાસ ટ્રેન


50 વર્ષે પણ ચહેરા પર દેખાશે 25 જેવી રોનક, આ રીતે દિવસ દરમિયાન પાણી પીવાનું શરુ કરો
 
સફેદ વાળને કાળા કરવા આ વસ્તુનો કરો ઉપયોગ


દહીં
 
કુદરતી રીતે વાળને કાળા કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ટમેટાને પીસીને તેમાં દહીં મિક્સ કરો. તેમાં થોડું નીલગિરીનું તેલ મિક્સ કરો. હવે દર 3 દિવસે આ મિશ્રણને માથામાં લગાવો. થોડા અઠવાડિયામાં તમારા વાળ કાળા થઈ જશે.


ડુંગળીનો રસ


ડુંગળીનો રસ વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ રસને માથાના સ્કેલ્પ પર લગાવી મસાજ કરો. તેનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા તો થશે સાથે સાથે વાળ ખરવા જેવી સમસ્યાથી પણ છુટકારો મળશે.


આ પણ વાંચો:


Hair Care Tips: 3 જ વસ્તુની મદદથી ઘરે બનાવો હેર ઓઈલ, વાળ ખરવાનું તો તુરંત થઈ જશે બંધ


 


શેમ્પૂમાં આ વસ્તુ ઉમેરી વાળ ધોવાનું શરુ કરો, રબ્બરમાંથી સરકી જાય એવા થઈ જશે વાળ


લીમડાના પાન


જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા હોય તો મીઠા લીમડાના પાન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં બાયોએક્ટિવ ગુણ હોય છે જે વાળના મૂળને પોષણ આપે છે. લીમડાના પાનને પીસીને તમે જે તેલનો ઉપયોગ કરતાં હોય તેમાં મિક્સ માથામાં લગાવો. તેનાથી ધીરે ધીરે સફેદ વાળ ઓછા થઈ જશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)