Kitchen Hacks: મીઠા લીમડાનો ઉપયોગ રસોઈમાં ખાસ થાય છે. તેનાથી વાનગીની સુગંધ અને સ્વાદ બંને વધે છે. કેટલીક વાનગીઓ તો એવી હોય છે જેમાં મીઠા લીમડાનો વઘાર ન થાય તો તેનો સ્વાદ અધુરો લાગે છે. ઘણા લોકો પોતાના ઘરમાં મીઠા લીમડાનું ઝાડ પણ વાવે છે જેથી રોજ તાજો લીમડો રસોઈમાં વાપરી શકાય. પરંતુ ઘણા લોકો આવું કરી શકતા નથી તેથી તેઓ બજારમાંથી લીમડાના પાન લઈ આવે છે. પરંતુ લીમડો લાવ્યા પછી એક કે બે દિવસ સુધી જ તે તાજો રહે છે પછી તેના પાન કાળા પડી જાય છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી. ખાસ કરીને ગરમીના દિવસોમાં લીમડાના પાનને લાંબા સમય સુધી રાખી શકાતા નથી. જો આવી ફરિયાદ તમારી હોય તો આજે તમને ત્રણ સરળ રીત વિશે જણાવીએ જેને ફોલો કરશો તો એક મહિના સુધી તમે મીઠા લીમડાના પાનને સ્ટોર કરી શકો છો અને તે એકદમ ફ્રેશ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ ટ્રીક્સ અજમાવશો તો કપડામાંથી નીકળી જશે બધા જ ડાઘ


તળતી વખતે આ વાતનું રાખશો ધ્યાન તો પુરીમાં નહીં જાય વધારે તેલ અને રહેશે એકદમ ફરસી


ફ્રીજમાં રાખેલો લોટ થઈ જતો હોય કાળો તો આ રીતે કરો તેને સ્ટોર, નહીં બદલે રંગ અને રહેશ


ઝીપ લોક બેગનો કરો ઉપયોગ


લીમડાની સ્ટોર કરવા માટે ઝીપ લોક વાળી બેગનો ઉપયોગ કરવો. તેના માટે લીમડો લઈ આવો ત્યારે તેને બરાબર રીતે સાફ કરીને કપડાં પર રાખી દો જેથી તેની અંદર રહેલું પાણી નીકળી જાય. પાન બરાબર સુકાઈ જાય પછી તેને ઝીપ લોક બેગમાં ભરી લો. ત્યારબાદ બેગમાં હવા ન રહે તે રીતે બેગને બંધ કરી દો. ત્યાર પછી તેને ફ્રીઝર માં રાખી દો. આ રીતે સ્ટોર કરવાથી લીમડો એકદમ ફ્રેશ રહેશે.


એર ટાઈટ ડબ્બામાં ભરો


મીઠા લીમડાના પાનને ફ્રેશ રાખવા હોય તો તેને પ્લાસ્ટિક અથવા તો કાચના એર ટાઈટ ડબ્બામાં ભરી શકાય છે. લીમડાના પાનને પાણીથી સાફ કરી તેને બરાબર રીતે કોરા કરી ડબ્બામાં ભરી દેવા. આ રીતે લીમડાના પાનને સ્ટોર કરશો તો લીમડાના પાન 15 દિવસ સુધી ફ્રેશ રહેશે.


કાચની બોટલમાં ભરો


લીમડાની સ્ટોર કરવા માટે કાચની બોટલ નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીમડાના પાનને સાફ કરી પંખા નીચે કોરા કરવા મૂકી દો. પાન બરાબર કોરા થઈ જાય પછી તેને કાચની બોટલમાં ભરી લો. બોટલમાં ભર્યા પછી તેની ઉપર કપડું બાંધો અને પછી બોટલનું ઢાંકણું પેક કરો. આ રીતે લીમડો રાખવાથી એક મહિના સુધી લીમડો ફ્રેશ રહે છે.