નવી દિલ્હીઃ શિયાળાની ઋતુમાં શરીરને ફ્રેશ, સક્રિય અને ગરમ રાખવા માટે રોજ નટ્સ ખાઓ. નટ્સમાં, લોકો ખાસ કરીને બદામ, કાજુ, અખરોટ અને ખજૂર ખાય છે. શિયાળામાં તેને ખાવાથી શરીર ગરમ રહે છે. શિયાળામાં ઘરોમાં વિવિધ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે, તેથી તે વધુ ફાયદાકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની ઋતુમાં ડ્રાય ફ્રૂટ્સ, ખાસ કરીને ગુંદર મિક્સ કરીને લાડુ બનાવવામાં આવે છે, જે શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને હેલ્થ બિલ્ડર્સે શિયાળામાં ગુંદરના લાડુ બનાવવાની એક સરળ પદ્ધતિ અપનાવી. જેના કારણે શિયાળામાં તમને ઠંડી નહી લાગે.


ગુંદરના લાડુની સામગ્રી
2.5 કપ અડદનો લોટ
150 ગ્રામ ગુંદર
500 ગ્રામ બદામ
500 ખજૂર અને અખરોટ
250 ગ્રામ કોપરું
350 ગ્રામ બુરુ ખાંડ
1/2 ચમચી એલચી પાવડર
અડધી ચમચી સૂંઠ પાવડર,
જરૂર મુજબ દેશી ઘી


આ પણ વાંચોઃ Heart Problem: હાર્ટ આવતા પહેલા શરીર આપે છે આ સંકેતો, અવગણના કરશો તો ભારે પડશે


ગુંદરના લાડુ બનાવવાની રીત
સૌ પ્રથમ એક  પેનમાં સૂકા મેવા અને બદામમાં ઘી નાખીને  તળી લો. પછી ગુંદર ઉમેરો. જ્યારે તેનું ફૂલીને કદ મોટુ થઈ જાય ત્યારે તેને ઘીમાંથી બહાર કાઢો. પછી, લોટને ઘીમાં નાંખો અને લગભગ 15-20 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો. હવે તે પેનમાં બદામ, ખજૂર અને અખરોટ, સૂંઠ પાવડર નાખીને હળવું તળી લો. આ તમામ સામગ્રીમાં કોપરું, ઈલાયચી અને ગુંદર મિક્સ કરીને ઠંડુ થવા માટે રાખો. હવે જ્યારે તૈયાર કરેલું મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેમાં બુરુ ખાંડ ઉમેરો. તમારા હાથ પર થોડું ઘી લગાવો અને તમારી પસંદગીના નાના-મોટા લાડુ બનાવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube