Sugar Storage Tips: ચોમાસુ આવે એટલે વરસાદના કારણે ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ આ સિઝનમાં રસોડા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે. રસોડાની કેટલીક વસ્તુઓને સાચવવી મુશ્કેલ થઈ જાય છે. કારણ કે આ સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે ખાવાપીવાની વસ્તુઓમાં ભેજ લાગવાથી તે ઝડપથી ખરાબ થઈ જાય છે. ભેજના કારણે ખરાબ થતી વસ્તુઓમાં ખાંડનો પણ સમાવેશ થાય છે. ભેજના કારણે ઓગળવા લાગે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં જો તમારે ચોમાસામાં પણ ખાંડને તાજી રાખવી હોય તો તેના માટે અહીં કેટલીક સરળ ટિપ્સ તમને જણાવીએ. આ ટીપ્સની મદદથી તમે વરસાદી વાતાવરણમાં પણ ખાંડને સારી રાખી શકો છો. 


આ પણ વાંચો:


આ રીતે ઘરે બનાવો દૂધીનું તેલ અને રોજ કરો માથામાં ઉપયોગ, સફેદ વાળ થઈ જશે કાળા


તુલસીના પાન નીખારશે ત્વચાની રંગત, આ રીતે કરો ચહેરા પર તેનો ઉપયોગ


જીમમાં ગયા વિના પેટ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, બસ આ વસ્તુ ખાવા પર રાખવું જોર


કાચની બરણીઓનો કરો  ઉપયોગ 
વરસાદની ઋતુમાં ખાંડને ભેજથી બચાવવા માટે તેને કાચની બરણીમાં સ્ટોર કરો. એ વાત ખાસ ધ્યાન રાખવી કે તેનું ઢાંકણું એર ટાઈટ હોય.  કાચ ભેજને અંદર જતા અટકાવે છે તેથી ખાંડ ભરવા માટે આ સૌથી સુરક્ષિત રહે છે.



ખાંડમાં ચોખાના દાણા રાખો
ચોમાસા દરમિયાન ખાંડને ભેજથી બચાવવા માટે ખાંડની બરણીમાં થોડા ચોખાના દાણા ઉમેરી દેવા જોઈએ. થોડા ચોખા રાખી દેવાથી ખાંડમાં જતો ભેજ શોષાય જાય છે. 
 

તજ મુકો
ખાંડને લાંબા સમય સુધી સ્ટોર કરવાની હોય તો તમે તજનો ઉપયોગ કરી શકો છો. તજમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખાંડને ભેજ, કીડી અને જંતુઓથી મુક્ત રાખે છે. તમે જે કન્ટેનરમાં ખાંડ ભરતા હોય તેમાં થોડા તજના ટુકડા રાખી દેવા.



લવિંગ પણ રાખો
વરસાદમાં ખાંડને ફ્રેશ રાખવા માટે લવિંગ બેસ્ટ છે. લવિંગ પણ ભેજ શોષવામાં મદદ કરે છે. લવિંગ ખાંડમાં રાખવાથી તેના ગાઠા બનતા પણ અટકે છે. 



બ્લોટિંગ પેપર 
વરસાદની ઋતુમાં ખાંડને ભેજથી બચાવવા માટે બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ખાંડના ડબ્બામાં બ્લોટિંગ પેપર મુકી દેવું. જો કે થોડા થોડા સમયે તેને બદલતા પણ રહેવું. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)