Gujarat Tourist places: હવે આવતા મહિનેથી વેકેશન શરૂ થશે. ત્યારે વિકએન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ત્યારે આવા સમયે ઘરે રહેવા કરતા ઉત્તમ છે કે ઓછા ખર્ચામાં અને અમદાવાદની આજુ બાજુમાં એક દિવસનું પિકનિકનું આયોજન કરીને પરિવાર સાથે મસ્તી ભર્યો સમય પસાર કરી શકો છો. તો આ વાંચતા તમારા મનમાં વિચારો આવતા હશે કે અમદાવાદની આજુ બાજુ એવા તો કેટલા સ્થળો છે કે જ્યા આપણે એક દિવસ પિકનિકનું પ્લાન કરી શકીએ,તો ચાલો આજે આપણે જોઈએ અમદાવાદથી 100 થી 150 કિલો મીટરના અંતરે આવેલા ફરવા લાયક કેટલાક સ્થળો જેમાં ધોધ, જંગલો અને કેમ્પસાઈટ ધરાવતા વિસ્તારો પર નજર કરીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરસંગ કેમ્પ રિસોર્ટ
અમદાવાદથી 164 કિમીની દુરીએ આવેલો ઓરસંગ કેમ્પ રિસોર્ટ ગામડામાં આવેલી  કેમ્પ સાઈટ છે. જે વડોદરા જીલ્લામાં 125 એકરમાં ફેલાયેલ કેમ્પ સાઈટ રિસોર્ટ છે. વડોદરાથી માત્ર 57 કિલો મીટરની દુરી આવેલો આ રિસોર્ટ સુંદરતાનો નજારો છે. અહી કેમ્પ સાઈટ આવેલી છે. આ કેમ્પ સાઈટમાં વધુ પ્રમાણમાં એક્ટિવિઝ છે જેથી કરીને બાળકોને અહી વધુ મજા આવી શકે છે, જીપ લાઈન, બબલ બાઉન્સ, કાયાકિંગ, સ્વિંગ ઝમ્પ, ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન, સ્કાય વોક, રોપ વોક, ઝઈગ ઝેગ ,કોમ્પ્લિમેન્ટરી નોટ બર્મા બ્રિઝ, મેક બ્રિઝ, સ્વિમિંગ પુલ, મીસ્ટ પોનેડ, મિનિ ડી.જે, ફ્લાઈંગ ફોક્સ, ફ્લાય ઈન એર, મિનિ ટાયર એક્ટિવિટિઝ, સ્વિંગ બ્રિઝ, ટાયર વોક-વોક ઈન એટ ટાયર, જંગલ ટ્રેકિંગ જેવી નેક એક્ટિવિટિઝ થાય છે. જેમાં અમુક એક્ટિવિટિઝ ફ્રી છે તો અમુક ચાર્જેબલ છે, અહી અંદાજે એક વ્યક્તિ દીઠ 1200 રુપિયા ખર્ચ આવે છે, તે સાથે જ આ ચાર્જમાં નાસ્તો અને બપોરનું જમવાનું ફ્રી હોય છે અને જો નાના બાળકો હોય તો તેની ટિકિટ પણ અડધી થાય છે, તે સાથે જ તમે આગળથી બુકીંગ પણ કરાવી શકો છો. આ સમગ્ર ઓરસંગ કેમ્પ સાઈટ હરિયાળી વાળી જગ્યાએ આવેલો હોવાથી અહી આખો દિવસ ક્યા પસાર થઈ જાય છે ખબર રહેતી નથી, તે ઉપરાંત  આ એડવેન્ચર કેમ્પનો સમય સવારે 10 થી સાંજે પાંચ વાગ્યાનો છે, જો તમે અમદાવાદમાં જ રહેતા હોવ તો વહેલી સવારે નીકળીને રાત્રે ઘરે પરત આવી શકો છે.


આ પણ વાંચો:  CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
આ પણ વાંચો:  આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો:  ChatGPT ની મદદથી લાખોપતિ બન્યો વ્યક્તિ, 24 કલાકમાં ઉભી કરી દીધી કંપની


વિજય નગર – પોળોના જંગલ
વિજયનગર એક દિવસની પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું  સુંદર જંગલ 3 થી 4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ચોમાસું ગણવામાં આવે છે. ચોમાસામાં પ્રકૃતિ અહી સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતિજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી 110 કિમી અંતરે આવેલું આ સ્થળ છે, અમદાવાદથી 2થી અઢી કલાક જેટલો સમય અહી આવતા થાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો.જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગ સાથે વાત કરવાની હોય છે. અહી શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અમદાવાદ, ઇડર અને હિમ્મતનગરન લોકો અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે.અહીં જોવા 15મી 1મી સદીના સોલંકી યુગનાં ઘણા મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો કારણ કે ટ્રેકિંગ કરવાના શોખીનો અહી અવાર નવાર આવતા હોય છે.એક દિવસ માટે તમે ચોમાસા સિવાય પમ પિકનિક માટે આવી શકો છો જંગલના શાંતવાતાવરમની અનુભુતિ કરવા માટે.


બાયડ :  ઝાંઝરી ધોધ
અમદાવાદથી આશરે 80 કિમી દુરીએ આ ધોધ આવેલો છે, ઝાંઝરી ધોધ એ અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ડાભા ગામની પાસે વાત્રક નદીના કિનારે વેલો છે, જે મહત્વનું ધાર્મિક તથા પ્રવાસીઓ માટેનું જાણીતું સ્થળે છે. બાયડથીઅંદાજે ૧૨ કિલો મીટર દૂર બાયડ-દહેગામ રોડ પરથી દક્ષિણની સાઈડ પર અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય એક દિવસીય પિકનિક કરી શકાય તેવું સ્થળ છે. વાત્રક નદીમાં પડતો ધોધ સહેલાણીના આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પાસે જ  ગંગામાતાનું મંદિર પણ છે કે જયાં ભુતકાળમાં ૨૪ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો તેમ કહેવામાં આવે છે. વાત્રક નદી પર આવેલા આ ધોધની મજા માણવા માટે અને નિહારવા માટે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાથી અનેક પ્રવાસીઓ વતા હોય છે. વિકેન્ડમાં અને જાહેર રજાના દિવસે સહેલાણીનું ટોળું ઉમટે છે. અમદાવાદથી દોઢ બે કલાકના અંતરે આવેલું હોવાથી તમે અહી એક દિવસની પિકનિક કરી શકો છો,પરંતુ આજુ બાજુ સુવિધા સગવડ ન હોવાને કારણે તમારે અહી આવવા માટે ઘરેથી ભોજન નાસ્તાની સગવડ કરીને આવવું પડશે,અહી તમને કુદરતી સાનિધ્યનો નઝારો ચોક્કસ જોવા મળશે.


આ પણ વાંચો: કોઈ પણ ભોગે સફળતા મેળવવાનું ઝૂનૂન હોય છે આ રાશિની છોકરીઓમાં, કરે છે ખૂબ પ્રગતિ
આ પણ વાંચો: Twitter પછી, Facebook-Instagram એ શરૂ કરી Paid સેવા, જાણો પ્રક્રિયા
આ પણ વાંચો: EV ખરીદવાનું સપનું પૂરું કરો, 15 લાખની અંદર મળશે આ શાનદાર રેન્જવાળી કાર


થોળ પક્ષી અભ્યારણ 
અમદાવાદ જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય એટલે થોળ , શિયાળા દરમિયાન થોળમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. આ બંને અભ્યારણ્યોમાં શિયાળા દરમિયાન પાણી અને ખાવાનું મળી રહેતા પક્ષીઓ ત્રણ-ચાર મહિના આશરો લેતા હોય છે અને શિયાળો પૂરો થતાં જ તેઓ અહીંથી જતાં રહે છે. આમ તો હવે હજુ શિયાળાનો અંત નજીક છે, તો તમે આ જગ્યાએ પણ એક દિવસની પિકનિકનું પ્લાનિંગ કરી શકો છો. અહી સવારથી સાંજ તમે કુદરતી વાતાવરણની મજા માણી શકો છો, કેન્ટિનની સુવિધા પણ છે જેથી કરી નાસ્તા પાણીની વ્યવસ્થા અહી છે, તે છતા તમે ઘરેથી પણ વ્યવ્સ્થા કરીને જઈ શકો છો. અહી એક વિશાળ તળાવ આવ્યું છે જેને આપણે થોળ સરોવર કહીએ છે. જ્યાં અવનવા પક્ષીઓનું શિયાળા દરમિયાન આગમન થયું હોય છે. શાંત વાતાવરણમાં આ પક્ષિઓનો અવાજ ગુંજતો સંભળાય છે. આ ઉપરાંત અહી ફોટોગ્રાફી માટે લોકો આવતા હોય છે. અહી માત્ર 4 થી 5 કલાકમાં તમે ફરી શકો છો. અમદાવાદના ઘોંઘાટથી દુર શાંત વાતાવરણની મજા જો માણવી હોય તો થોળની મુલાકાત લઈ શકાય.શિયાળા સિવાય અહી પક્ષીઓ આવતા હોતા નથી પરંતુ તળાવ પાણીથી ભરેલું રહે છે તે સાથે જ અહી આવેલા અનેક વૃક્ષો આ તળાવની શોભા વધારે છે.


તિરુપતિ ઋષિવન -એડવેન્ચર પાર્ક 
હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો આ એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો સૌથી મોટો રિસોર્ટ પણ ગણાય છે. રાઈડ્સ, કપલ એક્ટિવીટી, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો. ફરવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો છે, આ સમય દરમિયાન તમે આખો દિવસ અહી રહી શકો છો. અમદાવાદથી આ સ્થળ 75 કિલો મીટરની દુરીએ આવેલું સુંદર રમણીય સ્થળ છે. અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે તે સાથે તમે આખું પેકેજ પણ લઈ શકો છો આ પેકેજમાં નાસ્તો અને જમવાનાની સુવિધા હોય છે.તે ઉપરાતં જો તમે જવા ઈચ્છતો હોય તો આ રિસોર્ટની વેબસાઈટ પર ફોન કરીને સમગ્ર માહીતી મેળવી શકો છો. આ તમામ જગ્યાો એવી છે કે જ્યા તમે તમારા પરિવારના નાના મોટા દરેક લોકો સાથે સવારથી સાંજનો ખાસ સમય પસાર કરી શકો છો, વનડે પિકનિક માટે આ જગ્યાઓ તમારુ ધ્યાન ચોક્કસ દોરશે. તમારા બાળકો જો રમત ગમતના શોખીન છે તો તેઓને આ એડવેન્ચર પાર્કમાં ખુબ જ મજા પડશે. તો હવે એક દિવસની રજા આવતા કરીદો પ્લાનિંગ આ સ્થળો પર જવાનું અને મોજ મસ્તી કરવાનું.


આ પણ વાંચો: Summer Tips: ઉનાળામાં નહીં થાય આ બિમારીઓનો એટેક, સવારે ખાલી પેટ કરો ફક્ત આ એક કામ
આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો: આ ત્રણ ગ્રહોની યુતિ દેશમાં મચાવી શકે છે તાંડવ, ભૂકંપ-આર્થિક સંકટની સંભાવના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube