Weight Loss: શું તમે પણ વધતા વજનને ઘટાડવા માટે ડાયટિંગ, જીમ અને યોગા કરી રહ્યા છો? આ બધું કર્યા છતાં પણ તમારું વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું ‌? તો તેનો મતલબ છે કે તમે તમારી વેઈટલોસ જર્નીમાં કેટલીક ભૂલ કરી રહ્યા છો. વજન ઘટાડવાના પ્રયત્નો કરતી વખતે લોકો અજાણતા કેટલીક ભૂલ કરે છે જેના કારણે તેઓ મહેનત કરી કરીને અડધા થઈ જાય પણ 100 ગ્રામ વજન પણ ઘટતું નથી. જો તમે પણ વજન ઘટાડવા માટે મહિનાઓથી પ્રયત્ન કરો છો અને વજનમાં કોઈ ફરક દેખાતો ન હોય તો કદાચ તમે પણ આ ભૂલ કરતા હશો. તો ચાલો તમને જણાવીએ એવી કેટલીક ભૂલો વિશે જેના કારણે વજનમાં ઘટાડો થતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવું


આ પણ વાંચો:


રાત્રે દહીં જમાવતા ભુલી જાવ તો આ ટ્રીક અજમાવી 15 મિનિટમાં જમાવી શકો છો દહીં


જો ઘરમાં રાખશો આ 4 માંથી કોઈ એક વસ્તુ તો બીમારી ફેલાવતા મચ્છર નહીં ફરકે તમારા ઘરમાં


Onion Odour: કાચી ડુંગળી ખાધા બાદ કરી લેશો આ કામ તો મોંમાંથી નહીં આવે વાસ


ઘણા લોકો એવું માને છે કે વજન ઘટાડવું હોય તો ખોરાક ઘટાડી દેવો પડે. તેથી તેઓ એક્સરસાઇઝ અને યોગ કરવાની સાથે ભોજનમાં પણ ઘટાડો કરી નાખે છે. આવી ભૂલ ક્યારેય ન કરવી વજન ઘટાડવાના ચક્કરમાં ભોજન ઓછું ન કરવું. ભોજન ઓછું કરી નાખવાથી વજન ઘટતું નથી.


વજન ઘટાડવું હોય તો આ ભૂલ ન કરો


1. વજન ઘટાડવાના પ્રયત્નો કરતા હોય તો નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન સમયસર કરવાનું રાખો. આ ત્રણ મીલમાંથી એક પણ મીલ સ્કીપ કરવાની ભૂલ ન કરવી.


2. જમ્યા પછી તુરંત જ એક સાથે પાણી ન પીવું. જમ્યા પછી તુરંત જ તમે પાણી પીશો તો પાચનક્રિયા ધીમી પડી જશે અને જેના કારણે ખાધેલો ખોરાક બરાબર પચશે નહીં અને વજન પણ ઘટશે નહીં.


3. વજન ઘટાડવું હોય તો વધારે મીઠાવાળો ખોરાક લેવાનું ટાળવું. આ સિવાય તળેલી વસ્તુ, બ્રેડ અને માખણનો ઉપયોગ પણ ઓછો કરવો અથવા તો ન કરવો. આવી વસ્તુઓનું સેવન કરતા રહેશો તો પણ વજન ઘટશે નહીં. 


વજન ઘટાડવા માટે શું કરવું ? 


આ પણ વાંચો:


પેટ અને કમર પર વધેલી ચરબીને 15 દિવસમાં ઓગાળી દેશે આ પાણી, જાણો ઉપયોગ કરવાની રીત


Hair Care: સફેદ થયેલા વાળ પણ થઈ જશે કાળા, અઠવાડિયામાં 2 વખત કરો આ વસ્તુનો ઉપયોગ


પેસ્ટ કંટ્રોલ વિના વંદાનો સફાયો કરવા રસોડાના ખૂણાઓમાં મુકી દો આમાંથી કોઈ એક વસ્તુ


1. વજન ઝડપથી ઘટાડવું હોય તો દૈનિક આહારમાં તજના પાવડરનો ઉપયોગ કરવાનો રાખો. 


2. જમતા પહેલા સલાડ ખાવાનું રાખો અને તેમાં કોબીનો સમાવેશ અચૂક કરો.


3. રાત્રે સુતા પહેલા હુંફાળા પાણી સાથે એક એલચી ખાવાનું રાખો. 


4. દિવસ દરમિયાન વરીયાળી ઉકાળેલું પાણી પીવાનું રાખો તેને પીવાથી ભૂખ ઓછી લાગે છે. 


5. દિવસ દરમિયાન દૂધવાળી ચાને બદલે ગ્રીન ટી પીવાનું રાખો તેનાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)