Makar Sankranti 2024: ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે આ તહેવાર પહેલા અને તહેવાર દરમિયાન બાળકોથી માંડીને યુવાઓ અને અબાલ-વૃધ્‍ધો સૌ અગાસી પર ચઢીને પતંગ ચગાવવાની મજા અવશ્‍ય લેતાં હોય છે. પરંતુ આ મજા કયાંક આપણી કે આપણા પરિવાર માટે ઉદાસીનતામાં ન ફેરવાય તે માટે આપણે જો આટલું અવશ્‍ય કરીશું તો ઉત્તરાયણની મજા મોજ, આનંદ અને ઉત્‍સાહથી માણી શકીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ત્રીઓ બુદ્ધિશાળી કે પુરૂષો? કોનું મગજ હોય છે વધુ પાવરફૂલ, જાણી લો જવાબ


આ પર્વની મોજ માણતાં પૂર્વે આપણે સૌ પ્રથમ પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખીએ, આપણા ધાબાની પાળીની ઉંચાઇ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઇએ. ધાબાની અગાસી કરતાં ખૂલ્‍લાં મેદાનમાં પતંગ ચગાવવાનું વધુ પસંદ કરવું જોઇએ. પતંગ ચગાવતી વખતે સમજદારી, સદ્દભાવ અને સાવચેતી રાખીએ. માનવી, પશુઓ અને વાહનોથી સાવચેત રહીએ, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહીએ. જયારે બાળકો પતંગ ચગાવતાં હોય ત્‍યારે એક વાલી તરીકે આપણે તેઓની દેખરેખ રાખીએ.


પાતાળ લોકમાં છે હનુમાનજીની આ મૂર્તિનો એક પગ, લંગડા હનુમાનજી પૂરે છે પરચા
ભારતમાં લોન્ચ થશે ASUS નું OLED Laptop, જાણો શું મળશે ખાસ


ઉત્તરાયણના તહેવાર દરમિયાન ખાસ કરીને આપણે સવારે ૬ થી ૮ અને સાંજના ૫ થી ૭ દરમિયાનનો આ જે ગાળો છે તે ખાસ કરીને પક્ષીઓના ગગનમાં વિહરવાનો ગાળો હોઇ આ ગાળા દરમિયાન પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળીએ જેથી પક્ષીઓને ઇજા ન થાય અને તેઓના જીવનું રક્ષણ કરી શકીએ.


કિલર સૂપથી માંડીને મિશન ઇમ્પોસિબલ સુધી, આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે 5 સીરીઝ-ફીલ્મો
How To Make Money With YouTube By AI: હવે AI ની મદદથી YouTube પર આ 5 રીતે કરો કમાણી


ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને સિન્‍થેટીક વસ્‍તુઓ અને પ્‍લાસ્‍ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્‍ણ દોરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવા માટે ન કરવો જોઇએ. કારણ કે આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે તથા માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને માનવ જીંદગીને પણ અસર કરે છે અને તેના કારણે માનવી ઘાયલ થાય છે અને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહેતી હોય છે. 


New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા
હવે 21 વર્ષ પહેલાં નહી થાય છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ


ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવીએ, પતંગ કપાઇ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા કે પકડવા દોડીએ નહીં, વીજળીના તારમાં ફસાયેલા અને સબ સ્‍ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન રાખીએ. લુઝ કપડાં ન પહેરવા અને ગીચ વિસ્‍તારોમાં પતંગ ચગાવીએ નહીં જેવી બાબતોની આપણે કાળજી રાખીએ. જો આપણે આટલું કરીશું તો આપણે ઉત્તરાયણનો તહેવાર આનંદથી માણી શકવાની સાથે અન્‍યોના જીવ પણ બચાવી શકીશું.


એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ
ફ્લાઇટમાં મુસાફરને આવ્યું ભયંકર પ્રેશર, સીટ પર કરી દીધી છી.., આખી ફ્લાઇટ ગંધાણી