Benefits of Vitamin E: જેમ જેમ ઉંમર વધે તેમ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને આંખ નીચે ડાર્ક સર્કલ વધી જાય છે. જ્યારે ચહેરા પર ઉંમરની અસર દેખાવા લાગે તો ચિંતા વધી જાય છે. કારણ કે તેનાથી ચહેરાનું નૂર ગાયબ થઈ જાય છે. જોકે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા સ્કીન કે રૂટીન માં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો વધતી ઉંમરની અસર ચહેરા પર થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરા પર કરચલીઓ થઈ ગઈ હોય અને સ્કીન ઢીલી થઈ ગઈ હોય તો તેને ફરીથી ટાઈટ કરવા માટે રાતનો સમયે વિટામિન ઈની કેપ્સુલ ચહેરા પર લગાડવી જોઈએ. વિટામીન ઈ ની કેપ્સુલ રાત્રે ચહેરા પર લગાડી અને સૂઈ જવું અને સવારે ચહેરાને પાણીથી સાફ કરી લેવો. આમ કરવાથી એક જ અઠવાડિયામાં તમને ફરક દેખાવા લાગશે.


આ પણ વાંચો: 


ચણાના લોટના આ ફેસપેક લગાડશો તો ચમકી જશે ચહેરો, શેર કરી શકશો No Make up Look ફોટો


40 વર્ષ પછી પણ કરીના જેવું જ સુંદર દેખાવું હોય તો રોજ ખાવાનું રાખો આ વસ્તુઓ


મેકઅપની Side Effectના કારણે ચહેરા પર પડેલા ડાઘ દુર કરવા મુલતાની માટીનો કરો ઉપયોગ


વિટામીન ઈ કેપ્સુલના ફાયદા


- રોજ રાત્રે વિટામિન ઈ કેપ્સુલ ચહેરા પર લગાડવાથી સ્કીન રીન્કલ ફ્રી થઈ જાય છે. કેપ્સુલ લગાડીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે.


- બદામ તેલ પણ લગાડવા માટે સારો વિકલ્પ છે. તેમાં પણ વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ચહેરાની સ્કીનને ટાઈટ કરે છે. સાથે જ ત્વચાની રંગત નિખારે છે.