ફરવાના શોખીનો....આ છૂપું રૂસ્તમ હિલ સ્ટેશન તમે જોયું કે નહીં? ન જોયું હોય તો ચોક્કસ જજો ફરવા, Photos
જ્યારે જ્યારે પણ હિલ સ્ટેશનની વાત થાય તો તમારા ધ્યાનમાં પહેલા ગુજરાતનું સાપુતારા આવે પછી માઉન્ટ આબુ, મહાબળેશ્વર, માથેરાન, પંચગીની અને દૂર જવું હોય તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કે પછી દક્ષિણ ભારતના હિલ સ્ટેશનો વિશે વિચારતા હશો. પરંતુ એક હિલ સ્ટેશન એવું છે જે આપણને ગુજરાતમાં રહેતા ગુજરાતીઓને બહું ઓછું ધ્યાનમાં આવે છે.
જ્યારે જ્યારે પણ હિલ સ્ટેશનની વાત થાય તો તમારા ધ્યાનમાં પહેલા ગુજરાતનું સાપુતારા આવે પછી માઉન્ટ આબુ, મહાબળેશ્વર, માથેરાન, પંચગીની અને દૂર જવું હોય તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કે પછી દક્ષિણ ભારતના હિલ સ્ટેશનો વિશે વિચારતા હશો. પરંતુ એક હિલ સ્ટેશન એવું છે જે આપણને ગુજરાતમાં રહેતા ગુજરાતીઓને બહું ઓછું ધ્યાનમાં આવે છે. આ હિલ સ્ટેશન પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જ છે અને ખુબ જ સુંદર તથા પ્રકૃતિની મજા માણવા માટે બેસ્ટ સ્થળ છે.
અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છે તે છે ઈગતપુરી. આ હિલ સ્ટેશન બીજા કોઈ હિલ સ્ટેશન કરતા જરાય કમ નથી. જો કે ચોમાસામાં ત્યાં જઈને પ્રકૃતિને માણવાની મજા જ કઈક અલગ હોય છે. ચોમાસામાં ત્યાં વધુ ભીડ પણ રહેતી હોય છે. ત્યાં પ્રાચીન ફોર્ટ, રાજસી ઝરણા, અને ઊંચા પહાડો તરીકે ખુબ જ પ્રસિદ્ધ છે.
ઈગતપુરી મુંબઈથી આશરે 130 કિમી દૂર આવેલુ ખુબ જ મનમોહક હિલ સ્ટેશન છે. અન્ય હિલ સ્ટેશનો કરતા તે અલગ છે કારણ કે ત્યાં તમને જાજરમાન કિલ્લાઓ જોવા મળે છે. ક્લાઈમ્બિંક અને ટ્રેકિંગ માટે પણ આ જગ્યા પ્રખ્યાત છે. તેના કેટલાક ફરવાલાયક સ્થળો વિશે જાણીએ.
કલ્સુબાઈ પીક
મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળાની સૌથી ઊંચી ચોટી પર આવેલી કલ્સુબાઈ પીક ઈગતપુરીમાં લોકોનું મનગમતું સ્થળ છે. સ્થાનિકો તેને માઉન્ટ એવરેસ્ટ તરીકે પણ જાણે છે. આજુબાજુનો નજારો જબરદસ્ત દેખાય છે. ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે.
કસારા ઘાટ
ઈગતપુરી પાસે ખુબ જ સુંદર હરિયાળો અને પહાડોથી ઘેરાયેલો કસારા ઘાટ છે. જે સુંદરતામાં ચાર ડગલા ચડે તેવો છે. ચોમાસામાં અહીં જવાની મજા જ કઈક અલગ હોય છે.
ત્રિંગલવાડી ફોર્ટ
આ ફોર્ટ તમને ઈતિહાસમાં ઝાંખી કરાવશે. ઈતિહાસપ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. ઈગતપુરીના ઈતિહાસને નજીકથી જાણવો હોય તો આ જગ્યા બેસ્ટ છે.
ભવાઈ ડેમ
ઈગતપુરમાં આ જગ્યા પણ ફરવા માટે સુંદર છે. સ્થાનિક લોકો પરિવાર સાથે પિકનિક માટે આવતા હોય છે. જો તમે શાંત અને શુકુનની શોધમાં હોય તો ઈગતપુરીમાં તમને મજા પડશે. આ ચાર જગ્યા ઉપરાંત વોટર સ્પોર્ટ્સ અને કેમ્પિંગની સાથે સાથે vihigaon falls પણ તમે ફરી શકો છો.