મુંબઈ : ખૂબસુરત અને પર્ફેક્ટ લુક માટે એની દેખભાળ બહુ જરૂરી છે. યુવતીઓ આ માટે મોંઘીદાટ પ્રોડક્ટ વાપરે છે પણ ગ્લિસરીનનો ઉપયોગ જાદૂ જેવી અસર ઉભી કરી શકે છે. શિયાળામાં ગ્લિસરીનનો ઉપયોગ શેમ્પુ કે પછી બોડી લોશન તરીકે કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વાળની ગુંચ ઉકેલવા : શિયાળામાં વાળ સુકા થઈ જતા હોય છે અને ગુંચવાઈ જતા હોય છે. આ ગુંચવાયેલા વાળની સમસ્યા ગ્લિસરીનથી ઉકેલી શકાય છે. ગ્લિસરીનમાં એલોવીરા જેલ મેળવીને ખોપરીમાં લગાવીને 30 મિનિટ માટે રાખી મુકો. એને હુંફાળા પાણીથી ધોઈ લેવાથી ફાયદો થાય છે. 


2. આંખોનો સોજો હટાવે : લાંબા સમય સુધી કોમ્પ્યૂટર પર કામ કરવાથી કે પછી ઉજાગરા કરવાથી આંખો સુજી જાય છે. આ સંજોગોમાં રૂથી આંખની આસપાસ ઠંડું ગ્લિસરીન લગાવવાથી આંખને રાહત મળશે. 


3. ફાટેલા હોઠો માટે : શિયાળામાં ઠંડી હવાને કારણે ત્વચા અને હોઠ ફાટી જાય છે. આ સંજોગોમાં મલાઇમાં એક ચમચી ગ્લિસરીન મેળવીને હોઠ પર લગાવી દેવાથી ફાટેલા હોઠ મુલાયમ થઈ જાય છે. 


4. મેકઅપ રિમુવર : ગ્લિસરીનનો ઉપયોગ મેકઅપ દૂર કરવા માટે પણ થઈ શકે છે. આનાથી મેકઅપ દૂર કરવાથી ત્વચાનો ભેજ જળવાઈ રહે છે. 


5. મોઇશ્ચરાઇઝર : ગ્લિસરીનયુક્ત બોડી લોશન શરીરને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. 100 ગ્રામ ગ્લિસરીનમાં લીંબુનો રસ તેમજ 10 ગ્રામ ગુલાબજળ નાખીને એક મિશ્રણ બનાવો અને એને બોટલમાં ભરી દો. આને સુતા પહેલાં શરીર પર  લગાવવાથી ત્વચાનો ભેજ જળવાઈ રહે છે.