મેનિક્યોરની ચમક જાળવી રાખવી હોય તો રાખો આ 5 વાતોનું ધ્યાન
નખમાં અડધી ઉતરેલી નેઇલ પેઇન્ટ બહુ ખરાબ લાગતી હોય છે
નવી દિલ્હી : મહિલાઓ માટે નિયમિત રીતે પોતાની સુંદરતાની જાળવણી કરવી જરૂરી હોય છે અને એ માટે ભારે ધીરજની જરૂર પડતી હોય છે. ઘણીવાર નખમાંથી નીકળેલી નેઇલ પોલીશ બહુ ખરાબ લાગતી હોય છે અને આ માટે નિયમિત મેનીક્યોર કરાવવું જરૂરી છે. આમ, જો તમારે તમારા હાથને હંમેશા ખૂબસુરત દેખાડવા હોય તો કેટલીક ખાસ ટિપ્સ છે જેનું પાલન કરીને તમે તમારા મેનીક્યોરની ચમક લાંબા સમય સુધી જાળવી શકો છો.
1. પાણીનો સંપર્કથી બને એટલા દૂર રહો : નખ પર નેઇલ પેઇન્ટ લગાવતા પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે પાણીથી બને એટલા દૂર રહો. હકીકતમાં જો પાણી નખની અંદર ઉતરી જાય તો નેઇલ પેઇન્ટને ટકવામાં મુશ્કેલી થાય છે અને પેઇન્ટ બહુ જલ્દી ઉતરી જાય છે.
2. વિનેગરનો કરો પ્રયોગ : એવી સલાહ આપવામાં આવે છે કે નેઇલ પર પેઇન્ટ લગાવતા પહેલાં એના પર વિનેગર લગાવી લેવું જોઈએ. તમે ઇયરબડની મદદથી આ વિનેગર લગાવી શકો છે. આ વિનેગર લગાવ્યા પછી જો નેઇલ પેઇન્ટ લગાવવામાં આવે તો એ લાંબો સમય સુધી ટકે છે.
3. નેઇલ પેઇન્ટની શીશીને હલાવો : જો તમે લાંબા સમય સુધી નેઇલ પેઇન્ટ ન લગાવ્યું હોત તો એને પહેલાં બહુ સારી રીતે હલાવી લો જેથી એ બહુ સારી રીતે મિક્સ થઈ જાય. જો નેઇલ પેઇન્ટમાં હવાના પરપોટા બની જાય તો એ નખ પર લગાવવા માટે યોગ્ય નથી.
4. ઠંડી હવામાં નેઇલ પેઇન્ટ સુકવો : ગરમ હવામાં નેઇલ પેઇન્ટ સુકાતું નથી પણ એનું ટેક્સચર ખરાબ થઈ જાય છે. આ કારણે નેઇલ પેઇન્ટને પ્રાકૃતિક હવામાં સુકાવા દેવું જોઈએ. જો તમે નેલ પેઇન્ટને બહુ જલ્દી સુકવવા માગતા હતો એેને 2 મિનિટ માટે બરફના પાણીમાં રાખી શકો છો.
5. ટોપ કોટ કરવાનું ન ભુલો : એકવાર મેનિક્યોર કર્યા પછી નખનું યોગ્ય રીતે ધ્યાન રાખો. દર 3-4 દિવસે એકવાર ટોપ કોટ લગાવતા રહો. એનાથી નેઇલ પેઇન્ટ જલ્દી નહીં નીકળે અને એની શાઇન પણ જળવાયેલી રહેશે.