સાવ સસ્તામાં મળતા આમળાનો ઉપયોગ છુટકારો અપાવશે શિયાળાની મોટી સમસ્યાથી
આમળાનો આ નુસખો એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપુર છે.
મુંબઈ : શિયાળાની ઋતુમાં માથામાં ખોડાની સમસ્યા સામાન્ય છે. વાળમાં ખોડાને કારણે શુષ્કતા તેમજ ફંગસ ઇન્ફેક્શન સામાન્ય વાત છે. આના કારણે ક્યારેક જાહેરમાં શરમાવું પડે છે. જોકે આંબળી પેસ્ટનો એક નુસખો આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. આ નુસખો એન્ટી બેકટેરિયલ અને એન્ટિ ઇન્ફલેમેટરી ગુણોથી ભરપુર છે.
આંબળાની પેસ્ટ બનાવવા જરૂરી સામગ્રી
1 ટી સ્પુન આંબળા પાઉડર
5-6 લીમડાના પાન
1 ટી સ્પુન શિકાકાઈ પાઉડર
1 ટી સ્પુન મેથી પાઉડર
1 ટી સ્પુન અરીઠા પાઉડર
1 કપ પાણી
બનાવવાની રીત
એક પેનમાં 1 કપ પાણી ગરમ કરો. એમાં એક પછી એક બધી વસ્તુઓ નાખી દો. હવે આ પેન ઢાંકી દો અને એને 10 મિનિટ ઉકળવા દો. આ પછી ઢાંકણું હટાવી દો અને પેનને ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઠંડુ કરીને એેને ગાળી લો.
વાપરવાની રીત
આ પેસ્ટને માથા પર લગાવીને થોડી મિનિટો સુધી મસાજ કરો. મસાજ પછી પેસ્ટને માથામાં રહેવા દો. આ પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવો.
આંબળા વાળનો રંગ જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે કેમિકલ યુક્ત હેરડાઇ વાપરવા ન ઇચ્છતા હો અને વાળનો પ્રાકૃતિક રંગ જાળવી રાખવા ઇચ્છતા હો તો રોજ એક આંબળું ખાઓ. વાળના મૂળમાં આ લેપ લગાવવાથી વાળનો સારો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ તેમજ ચમક જળવાઈ રહે છે.