White Hair Solution: નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે. વધતી ઉંમરે પણ વાળ સફેદ થાય તે કોઈને પસંદ નથી તેવામાં જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તેની અસર પર્સનાલિટી અને આત્મવિશ્વાસ પર પણ પડે છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પેઢી તો છો અને વિવિધ પ્રકારના હેર પ્રોડક્ટ વાપરીને કંટાળી ગયા છો તો આજે તમને વાળને સફેદ થતા અટકાવવાનો એક અકસીર ઈલાજ જણાવીએ. વાળને સફેદ થતા અટકાવવા હોય અને કાળા જ રાખવા હોય તો તેના માટે તમારા દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેનો પ્રભાવ આપણા સ્વાસ્થ્યની સાથે વાળ પર પણ પડે છે. જો તમે એવી વસ્તુઓ ખાવ છો જે વાળને નુકસાન કરે તો તેના પરિણામે સફેદ વાળ, ખરતા વાળની સમસ્યા વધી શકે છે. તેની સામે જો તમે કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરો છો જે વાળને ફાયદો કરે છે તો તેનાથી સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે જેને ખાવાથી સફેદ વાળનો ગ્રોથ અટકે છે.


આ પણ વાંચો:


Hair Care: 30 દિવસમાં કમર સુધી લાંબા થઈ જશે વાળ, વાળને લાંબા કરવા લગાવો આ હેર માસ્ક


ઠંડુ ખાવાથી દાંતમાં થતી ઝણઝણાટીને મટાડવા રસોડાની આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ


તજને બદલે તમે નથી ખાતાના ઝાડની છાલ? આ રીતે ફટાફટ ચેક કરો તજ અસલી છે કે નકલી?


ફર્મેન્ટેડ ફૂડ


ફર્મેન્ટેડ ફૂડ સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ લાભકારી છે. કંબુચા, કીમચી, અથાણું જેવી પ્રોબાયોટિક ફૂડ આઈટમ વાળ ત્વચા અને નખ ને ફાયદો કરે છે અને તેને મજબૂત બનાવે છે. 


સલમાન ફિશ


સલમાન ફિશ વિટામિન ડી થી ભરપૂર હોય છે. તેનું સેવન વાળના કુદરતી કલરને જાળવી રાખવામાં મદદ કરે છે. સફેદ વાળની સમસ્યા વિટામિન ડી ની ઉણપના કારણે પણ થતી હોય છે તેવામાં આ ફિશનું સેવન કરવાથી સફેદ વાળનો ગ્રોથ અટકી શકે છે અને વાળ સિલ્કી તેમજ મજબૂત થશે.


ઈંડા


ઈંડા સ્વાસ્થ્ય અને ખાસ કરીને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં રહેલું પ્રોટીન વાળની હેલ્થી રાખે છે. ઈંડા ખાવાથી વિટામીન b12 મળે છે. જો તમને સફેદ વાળની સમસ્યા હોય તો ઈંડાનું સેવન કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.


સોયાબીન


જો તમે વેજીટેરિયન છો અને ઈંડા કે ફિશ નથી ખાઈ શકતા તો સોયાબીન તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. સોયાબીનમાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને સફેદ વાળનો ગ્રોથ અટકાવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)