Skin Care: શિયાળામાં પણ વધારવી હોય ચહેરાની સુંદરતા તો આ રીતે કરો મલાઈનો ઉપયોગ
Skin Care: શિયાળામાં ડલ અને ડ્રાય થયેલી સ્કીનને જો નેચરલી ચમકાવવી હોય તો તેના માટે મલાઈનો ઉપયોગ કરી શકાય છે. મલાઈનો ઉપયોગ કરવાથી ત્વચાની ડ્રાઇનેસ દૂર થવાની સાથે જ ત્વચા સોફ્ટ અને ચમકદાર પણ બને છે. સાથે જ ત્વચા પર દેખાતી કાળી ઝાંઇ પણ દૂર થઈ જાય છે.
Skin Care: શિયાળામાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે. તેમાં પણ જે લોકોને રોજ ટ્રાવેલ કરવાનું હોય છે, તેમનો ચહેરો થોડા દિવસોમાં ડલ દેખાવા લાગે છે. શિયાળામાં ડલ અને ડ્રાય થયેલી સ્કીનને જો નેચરલી ચમકાવવી હોય તો તેના માટે મલાઈનો ઉપયોગ કરી શકાય છે. મલાઈનો ઉપયોગ કરવાથી ત્વચાની ડ્રાઇનેસ દૂર થવાની સાથે જ ત્વચા સોફ્ટ અને ચમકદાર પણ બને છે. સાથે જ ત્વચા પર દેખાતી કાળી ઝાંઇ પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે શિયાળામાં તમે ત્વચા પર મલાઈનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને તેનાથી ત્વચાને કેટલા ફાયદા થાય છે.
આ પણ વાંચો: ન્યૂ યર પાર્ટી માટે આ 4 સ્ટેપ ફોલો કરી સ્કિનને કરો પાર્ટી રેડી, ચહેરા પર દેખાશે ગ્લો
ડીપ ક્લિનિંગ માટે
મલાઈ ત્વચા માટે ખુબ જ સારું ક્લિનઝર સાબિત થાય છે. મલાઈ વિટામીન અને પ્રોટીનથી ભરપૂર હોય છે તે ત્વચાના રોમ છિદ્રોને ખોલે છે અને ત્વચાની ગંદકીને અંદરથી સાફ કરે છે જેના કારણે ત્વચા ડીપ ક્લીન થાય છે. જો તમારે મલાઈ નો ઉપયોગ ચહેરા પર કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. એક મોટી ચમચી મલાઈમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી ત્વચા પર લગાડો અને પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. આ પ્રોસેસને અઠવાડિયામાં ત્રણ વખત કરો.
આ પણ વાંચો: Dry skin: જો આ પાંચ નુસખા અજમાવશો તો શિયાળામાં નહીં ફાટે હાથ અને પગની ત્વચા
ડ્રાયનેસ દૂર કરવા
જો શિયાળાના કારણે તમારી ત્વચા વધારે પડતી જ ડ્રાય રહેતી હોય અને વેચાણ દેખાતી હોય તો મલાઈ નો ઉપયોગ આ રીતે કરવો તમારા માટે લાભકારી સાબિત થશે. તેના માટે એક વાટકીમાં એક ચમચી મલાઈ સાથે અડધી ચમચી મધ ઉમેરો. હવે આ મિશ્રણને સ્કિન પર સારી રીતે લગાડી મસાજ કરો. તેને 20 મિનિટ સુધી ચહેરા પર લગાડો અને પછી પાણીથી સાફ કરો.
આ પણ વાંચો: ગુજરાતી છો અને આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ડુબી મરો.. માર્ચ 2024 સુધીનો સમય છે હજી
ડેડ સ્કીન દૂર કરવા
થોડા થોડા સમયે ચહેરા પર ડેડ સ્કીન જમા થઈ જતી હોય છે. તેને દૂર કરવી ખૂબ જ જરૂરી હોય છે. ડેડ સ્કિન ના કારણે ચહેરા પર ખીલ પણ થવા લાગે છે. જો તમારે ડેડે સ્કીનને દૂર કરવી હોય તો એક વાટકીમાં ઓટ્સની સાથે મલાઈ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાડીને પાંચ મિનિટ સુધી સારી રીતે માલિશ કરો. અઠવાડિયામાં એક વખત આ રીતે મલાઈ વડે સ્ક્રબ કરશો તો તમને તુરંત રિઝલ્ટ દેખાવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)