Travel Destinations: એક જૂની કહેવાત છેકે, જે ફરે એ ચરે, અર્થાત...જે ઘરથી બહાર નીકળે, અલગ અલગ જગ્યાઓ પર જાય તેને વિવિધ જગ્યાઓનો સારો એવો અનુભવ મળે છે. તેથી તમારા સમયમાંથી સમયકાઢીને મોકે મળે ત્યારે ફરી લેવું જોઈએ. હવે સવાલ એ થાય કે તમને કયા સમયે ફરવાનું પસંદ છે. કોઈને વહેલી સવારે પસંદ હોય તો કોઈને રાતના સમયે. જો તમને દિવસ કરતા રત્રિના સમયે ફરવાનો વધુ શોખ છે તો આ જગ્યા પર તમારે જરૂર જવું જોઈએ. આ સ્થળો તમને એક અલગ જ અનુભવ આપશે. ચાંદની રાતમાં આ સ્થળોની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદેયપુર-
ઉદયપુરના તળાવો અને મહેલો રાત્રે વધુ સુંદર લાગે છે. તેના પર લાગેલી લાઈટો સોને પે સુહાગા જેવુમ કામ કરે છે. મહેલો પર લાગેલી લાઈટ જીલના પાણી પડે છે જેનો નજારો અતિસુંદર છે.


વિક્ટોરિયા મેમોરિયલ-
કોલકત્તામાં આવેલું વિક્ટોરિયા મેમોરિયલ રાતના સમયે ખૂબ જોરદાર લાગે છે. વિક્ટોરિયા મેમોરિયલના નિચેના ભાગમાં કરવામાં આવેલી લાઈ સિલવર કલરની હોવાથી મેમોરિયલનો ભાગ જાણે ચાંદીનો બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. ઉપરના ગુમ્મજ પર કરવામાં આવેલી લીલા રંગની લાઈટ ગુમ્મજને અતિ અદ્ભુત બનાવે છે.


તાજ મહેલ-
તાજ મહેલ પ્રેમનું પ્રતિક કહેવા છે. આ તાજ મહેલને દિવસ જોઈને જેટલા આનંદન થાય છે તેના કરતા પણ વધારે આનંદન તેને રાતના સમય જોઈને થાય છે. રાતના સમયે તાજ મહેલ જોવો એ તમારા માટે એક એલગ જ અનુભવ હશે.


મરિન ડ્રાઈવ-
મુંબઈમાં મરીન ડ્રાઈવનો નજારો પણ રાત્રે ખૂબ જ ખાસ હોય છે. રાત્રે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ. દરિયાકિનારાના રસ્તા પાસેનો આ રોડ રાતના સમયે લાઈટિંગમાં ખૂબ અદ્ભુત લાગે છે. માત્ર મરિન ડ્રાઈવ જ નહીં, બાંદ્રા, બેન્ડસ્ટેન્ડ, જુહુ ચોપાટી, કોલાબા ગેટ વે ઓફ ઈન્ડિયા આ બધી જગ્યાઓ પર ફિડ જામે છે. મુંબઈની સડકોની સફર પણ રાત્રે રોમાંચક બની જાય છે. 


ગોલ્ડન ટેમ્પલ-
અમૃતસરના સુવર્ણ મંદિરની સુંદરતા રાત્રે પણ વધી જાય છે. રાત્રે સુવર્ણ મંદિરને રોશનીથી ઝળહળતું જોવું અદ્ભુત છે.